36 વર્ષીય ધોની જ્યારે મેદાન પર હોય છે ત્યારે વિકેટ વચ્ચે તેનું રનિંગ અને ફિટનેસ જોવા લાયક હોય છે. પરંતુ ધોનીએ ખુદને ફિટ રાખવા માટે સૌથી મનપસંદ ચીજની કુર્બાની આપી દીધી છે. મુંબઈમાં એક ઇવેન્ટમાં ધોનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
2/6
કાર્યક્રમમાં ધોનીને તેની ફિટનેસને લઈ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે 80 ટકા ફિટનેસ ખાન-પાન અને 20 ટકા માટે સારી ટ્રેનિંગની જરૂર હોય છે. મારી ફિટનેસ જાળવી રાખવા માટે મેં ડાયટ અને લાઇફ સ્ટાઇલમાં અનેક પ્રકારનું પરિવર્તન કર્યું છે.
3/6
ધોનીએ કહ્યું કે, મારી ખાવાની આદતમાં ઘણો ફેરફાર આવ્યો છે. જ્યારે મેં ડેબ્યૂ કર્યું ત્યારે બટર ચિકન, નાન, મિલ્કશેક,ચોકલેટ અને સોફ્ટ ડ્રિંક વધારે લેતો હતો. જ્યારે હું 28 વર્ષનો થયો ત્યારે મેં ચોકલેટ અને મિલ્ક શેક છોડી દીધી. હવે બટર ચિકન, નાન અને સોફ્ટ ડ્રિંકની માત્રા પણ મર્યાદીત કરી દીધી છે.
4/6
મુંબઈઃ ખેલાડીઓ માટે ફિટનેસ તેમનું સૌથી મોટું હથિયાર હોય છે. ફિટનેસ માટે ડાયટ અને વ્યાયામ સૌથી વધારે જરૂરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખેલાડીઓ માટે ફિટનેસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
5/6
ધોની ખેલાડીઓ માટે ફિટનેસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
6/6
2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની વન-ડે અને ટી-20 રમી રહ્યો છે. તાજેતરમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ-11માં તેની ચપળતા જોઈ લોકો દંગ રહી ગયા હતા. તેણે સીઝનની કુલ 16 મેચમાં 455 રન બનાવ્યા.