વિશ્વની કઈ ક્રિકેટ ટીમના કેપ્ટને સાથી કર્મચારી યુવતીને મોકલ્યા સેક્સ મેસેજ, ભાંડો ફૂટતાં રડતાં રડતાં આપ્યું રાજીનામું...
ટિમ પેને પર આરોપ છે કે, તેને વર્ષ 2017માં એક મહિલાને પોતાની અશ્લીસ તસવીરો મોકલી હતી, અને આ પછી તેને ગંદા મેસેજ પણ મોકલ્યા હતા.
નવી દિલ્હીઃ એશીઝ સીરીઝની ઠીક પહેલા ઓસ્ટ્રેલિન ટીમની મોટો ઝટકો લાગ્યો છે, ટીમમાં ભૂકંપ આવી ગયો છે. કેમ કે ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને કેપ્ટનશીપ છોડી દીધી છે. ખરેખરમાં ટિમ પેને સેક્સટિંગ સ્કેન્ડલમાં ફંસાઇ ગયો છે, જે ચાર વર્ષ જુનુ હતુ. આ કારણોસર તેને કેપ્ટનશીપ છોડવી પડી છે. આ વિવાદમાં ફંસાયા બાદ તેનુ એશીઝ સીરીઝમાં પણ રમવુ અસંભવ લાગી રહ્યું છે. 17 નવેમ્બરે જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે એશીઝ ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. ટિમ પેન પર વર્ષ 2017માં એક મહિલાને એશ્લીલ ફોટા મોકલવાનો આરોપ લાગ્યો છે.
ટિમ પેને પર આરોપ છે કે, તેને વર્ષ 2017માં એક મહિલાને પોતાની અશ્લીસ તસવીરો મોકલી હતી, અને આ પછી તેને ગંદા મેસેજ પણ મોકલ્યા હતા. એશીઝ સીરીઝ પહેલા આ ખબર ફેલાવાથી ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવી પડી છે. રિપોર્ટ છે કે, ટિમ પેનની જગ્યાએ ટેસ્ટ સીરીઝમાં કેપ્ટનની જવાબદારી ફાસ્ટ બૉલર પેટ કમિન્સ સંભાળી શકે છે. જોકે, માર્નસ લાબુશાને પણ આ રેસમાં આગળ છે.
ટિમ પેને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રડતા રડતાં કહ્યું કે, હું આજે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની કેપ્ટનના પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરુ છુ. આ અવિશ્વસનીય રીતે કઠીન નિર્ણય છે પરંતુ મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે. રડતા રડતા ટિમ પેને કહ્યું કે, તે પોતાની આ હરકત માટે માફી માંગે છે, અને પોતાના પદ પરથી રાજીનામુ આપે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેને પણ ટિમ પેનના રાજીનામાની પુષ્ટી કરી દીધી છે.
શું છે આખો મામલો-
ખરેખરમાં, ટિમ પેન પર આરોપ છે કે તેને પોતાની ફિમેલ કૉ-વર્કર (મહિલા સહકર્મી)ને અશ્લીલ તસવીરો મોકલી છે. આ ઉપરાંત ટિમ પેને ફિમેલ કૉ-વર્કરને ગંદા મેસેજચ પણ મોકલ્યા હતા. જેને અહીં લખવુ પણ બહુજ ખોટુ છે. વર્ષ 20185માં બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્ટીવ સ્મિથને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવી પડી હતી, આ પછી ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ટિમ પેન પણ વિવાદમાં ફંસાઇ ગયો છે, ટિમ પેન વિવાદીત છે અને ત્રણ બાળકોનો પિતા છે.