શોધખોળ કરો
Fake નીકળી આ ભારતીય ક્રિકેટરની ડિગ્રી, જઈ શકે છે પોલીસની નોકરી
1/5

નોંધનીય છે કે મહિલા વર્લ્ડકપના સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 171 રનની ઈનિંગ રમનારી હરમનપ્રીત આ પહેલા રેલવેમાં નોકરી કરતી હતી. જ્યારે હરમનપ્રીત સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, ’હું નથી જાણતી કે આ બધું શું ચાલી રહ્યું છે. આવું કશું જ નથી.’ નકલી ડિગ્રી વિશે તેણે કશું જ કહ્યું નહોતું. હરમનપ્રીતે જવાબ આપ્યો હતો કે, ’આ વિશે હું ડિપાર્ટમેન્ટને પૂછીને તમને જવાબ આપીશ.’
2/5

મીડિયા અહેવાલ અનુસાર હરમનપ્રીતે ગ્રેજ્યુએશનની ડિગ્રી કથિત રીતે મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીએ આપી હતી. જ્યારે પંજાબ આર્મ્ડ પોલીસના કમાન્ડેટ (જાલંધર)એ મેરઠ યુનિવર્સિટીમાં ડિગ્રી તપાસ માટે મોકલી તો ત્યાંથી જવાબ આવ્યો કે એવો કોઈ રજિસ્ટ્રેશન નંબર જ હયાત નથી. આ મામલે પંજાબ સરકાર આગળ તપાસ કરી રહી છે.
Published at : 04 Jul 2018 07:56 AM (IST)
View More





















