શોધખોળ કરો
Advertisement
ધોનીના આર્મી સાથે જોડાવા પર આ ક્રિકેટરે ઉડાવી મજાક, ફેન્સે લઈ લીધો ક્લાસ
વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયાની હાર બાદ દેશભરમાં ધોનીના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયાની હાર બાદ દેશભરમાં ધોનીના ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે અહેવાલ આવ્યા કે ધોની આગામી બે મહિના માટે ટીમની સાથે નહીં હોય અને તે પેરામિલિટ્રી રેજિમેન્ટની સાથે સમય વિતાવશે. ત્યાર બાદ ધોનીની ગેરહાજરીમાં ટીમની જાહેરાત કરી દેવામાં આવી.
ધોનીની નિવૃત્તીની ચર્ચા વચ્ચે ઇંગ્લેન્ડના કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે સેના માટે ધોનીની સેવા પર એક એવું ટ્વીટ કર્યું કે બાદમાં ભારતીય ફેન્સે તેનો ઉધડો લઈ લીધો.
— David 'Bumble' Lloyd (@BumbleCricket) July 20, 2019સ્કાઈ સ્પોર્ટ્સ ક્રિકેટ નામના એક ટ્વિટર હેન્ડલે ધોનીના સેના સાથે સમય વિતાવવા અને ટીમ ઇન્ડિયામાં સામેલ ન થવાના અહેવાલ ટ્વીટ કર્યા હતા. ત્યાર બાદ આ ઇંગ્લિશ ક્રિકેટરે આ ટ્વીટને ક્વોટ કર્યું અને બે હસતા ઇમોજી બનાવીને ટ્વીટ કર્યા. ડેવિડ લોયડના આ રિએક્શન બાદ કોઈ ખબર ન પડી કે અંતે આ ટ્વીટમાં ધોનીને લઈને શું લખ્યું હતું કે ડિવડ લોયડને આટલું હસવું આવ્યું. બસ પછી તો સોશિયલ મીડિયા પર ધોનીના ફેન્સે ડેવિડ લોયડનો ઉધડો લઈ લીધો અને તેને ખૂબ ટ્રોલ કર્યો.
એક ફેને લખ્યું, “માત્ર 8 ટેસ્ટ અને 9 વનડે? જુઓ ધોની પર કોણ હસી રહ્યું છે. જે રીતે તમે તમારો પ્રથમ વર્લ્ડકપ જીત્યો છે તેના પર અમને હસવું આવે છે.”8 tests 9 odi's?! Hey look who's laughing at MSD 😂😂😂. The way you got your first world cup??!! we're laughing by our a**.
— Prabhakaran M Thevar (@dstreetwolf) July 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement