![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vinesh Phogat: CAS એ સિલ્વર મેડલ અંગે કોકડું ગુંચવ્યું, આ 3 સવાલના જવાબ આપવા પડશે વિનેશને
Vinesh Phogat Silver Medal: વિનેશ ફોગાટના કેસ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ આ મામલે મહત્વનો વળાંક આવ્યો છે. CASએ વિનેશને ત્રણ સવાલ પૂછ્યા છે.
![Vinesh Phogat: CAS એ સિલ્વર મેડલ અંગે કોકડું ગુંચવ્યું, આ 3 સવાલના જવાબ આપવા પડશે વિનેશને vinesh-phogat-silver-medal-latest-update-cas-ask-3-questions-paris-olympics-2024 Vinesh Phogat: CAS એ સિલ્વર મેડલ અંગે કોકડું ગુંચવ્યું, આ 3 સવાલના જવાબ આપવા પડશે વિનેશને](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/e185f787cad10d61dbd364a7fa0bd2851723304916979975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vinesh Phogat Silver Medal: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસનો હજુ નિર્ણય લેવાયો નથી. પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે આ મામલે CASને અપીલ કરી હતી. પરંતુ CASએ હજુ સુધી નિર્ણય લીધો નથી. CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. આ રીતે બોલ અત્યારે વિનેશના હાથમાં છે. વિનેશે સિલ્વર મેડલની માંગ કરી છે.
CAS જજે વિનેશને ત્રણ સવાલ પૂછ્યા છે. તેમણે ઈમેલ દ્વારા આનો જવાબ આપવાનો રહેશે. સીએસનો વિનેશને પહેલો પ્રશ્ન છે, "શું તમે એ નિયમથી વાકેફ હતા કે તમારે બીજા દિવસે પણ વજન કરવું પડશે?" બીજો પ્રશ્ન સિલ્વર મેડલ સાથે સંબંધિત છે. વિનેશને પૂછવામાં આવ્યું છે કે, "શું ક્યુબાની કુસ્તીબાજ તમારી સાથે સિલ્વર મેડલ શેર કરશે?" જ્યારે ત્રીજો સવાલ પૂછવામાં આવ્યો છે કે, "શું તમે ઈચ્છો છો કે આ અપીલના નિર્ણયની જાહેરાત જાહેરમાં કરવામાં આવે કે પછી ખાનગીમાં જણાવવામાં આવે?"
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણોસર વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે વજન ઘટાડવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા. પરંતુ તેને સફળતા ન મળી. હવે મામલો CASમાં છે. વિનેશની સાથે ચાહકો પણ CASના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં દેશને ત્રણ મેડલ મળ્યા છે. તે ત્રણેય બ્રોન્ઝ છે. કુસ્તીમાંથી પણ એક મેડલ આવ્યો છે. તે અમન સેહરાવતે બ્રોન્ઝ જીત્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર સમાપ્ત
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. સેમિફાઈનલમાં કિર્ગિસ્તાનની કુસ્તીબાજ અપેરી કાઈજી હાર બાદ ભારતની રિતિકા હુડ્ડા 76 કિગ્રા કુસ્તી ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં મેડલ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ. જો કિર્ગિસ્તાનની રેસલર ફાઇનલમાં પહોંચી હોત તો રિતિકાને રિપેચેજ દ્વારા બ્રોન્ઝ જીતવાની તક મળી હોત. રિતિકા હુડ્ડા મેડલની રેસમાંથી બહાર થઈ જતાં વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)