શોધખોળ કરો
વિરાટ કોહલીના ખાસ સાથીનું અવસાન, તસવીર શેર કરીને લખ્યું- તારી સાથે છે લાઈફટાઈમ કનેકશન
વિરાટ કોહલીના આ કૂતરાનું નામ બ્રૂનો હતો અને છેલ્લા 11 વર્ષથી તેની સાથે હતો.

નવી દિલ્હીઃ ક્રિકેટર્સ તેમના ઘરમાં કોઈ ને કોઈ પેટ (પાલતું પ્રાણી) જરૂર રાખે છે. વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પેટ્સને તો નથી મળી શકતા પરંતુ જ્યારે ઘરે પરત આવે ત્યારે આ દરમિયાન સમય વિતાવવાની એક પણ ક્ષણ છોડતા નથી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે પણ એક કૂતરો હતો. જેનું આજે સવારે મોત થયું હતું. વિરાટ કોહલીના આ કૂતરાનું નામ બ્રૂનો હતો અને છેલ્લા 11 વર્ષથી તેની સાથે હતો. અનેક વખત વિરાટ તેના આ પેટ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી ચુક્યો છે. અનુષ્કા સાથે લગ્ન બાદ પણ વિરાટ અને અનુષ્કા બ્રૂનો સાથે રમીને સમય પસાર કરતા હતો પરંતુ હવે બ્રૂનોના મોત બાદ પણ વિરાટે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી તેના સાથીના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્રૂનોની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને કોહલીએ લખ્યું- "રેસ્ટ ઈન પીસ બ્રૂનો. તું 11 વર્ષ અમારી સાથે રહ્યો પરંતુ તારી સાથે અમારું જિંદગીભરનું કનેકશન છે. આજે તું એક સારી જગ્યાએ જતો રહ્યો છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે."
વધુ વાંચો





















