વિરાટે કેપ્ટન્સી છોડતાં અનુષ્કાની ઈમોશનલ પોસ્ટ, ધોનીએ કહેલું કે..............અને આપણે બધાં બહુ હસેલાં...
અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર વિરાટની બે તસવીરો મૂકી છે. એક તસવીરમાં વિરાટ હસી રહ્યો છે અને બીજી તસવીરમાં અનુષ્કા પતિને કિસ કરતી દેખાય છે.
મુંબઈઃ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ અચાનક જ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપી દીધું છે. વિરાટના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો અને ક્રિકેટરોને પણ આંચકો લાગ્યો છે ત્યારે વિરાટ કોહલીના આ નિર્ણય અંગે તેની પત્નિ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ મૂકી છે.
અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર વિરાટની બે તસવીરો મૂકી છે. એક તસવીરમાં વિરાટ હસી રહ્યો છે અને બીજી તસવીરમાં અનુષ્કા પતિને કિસ કરતી દેખાય છે.
અનુષ્કાએ લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'મને વર્ષ 2014નો એ દિવસ યાદ છે જ્યારે તેં મને કહ્યું હતું કે તું ઇન્ડિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન બની ગયો છે, કારણ કે એમએસ (ધોની) ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયો છે. એ જ દિવસે મોડેથી હું, તું અને ધોની વાતો કરતાં હતાં ત્યારે ધોનીએ તને કહ્યું હતું કે, હવે તારી દાઢી બહુ ઝઢપથી સફેદ થવા માંડશે.
આપણે આ વાત પર બહુ જ હસ્યા હતા. તે દિવસ પછી મેં તારી દાઢીને સફેદ થતી જોવા સિવાય ઘણું બધું જોયું છે. મેં વિકાસ જોયો છે, જબરદસ્ત વિકાસ. તારી અંદર અને તારી આસપાસ પણ. અને હા, મને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તારા વિકાસ તથા સિધ્ધીઓ પર ગર્વ છે, પરંતુ એનાથી પણ વધારે મને તારી અંદરના વિકાસ પર ગર્વ છે.' 2014માં તું એકદમ યુવાન હતો, તું જીવનમાં સારા ઈરાદા, હકારાત્મકતા તથા લક્ષ્યને લઈને ચાલતો હતો. આ બધાંની સાથે અનેક પડકારો હોય છે. બહુ બધા પડકારોનો તેં સામનો કર્યો. પડકારો માત્ર ફિલ્ડમાં જ નહોતા, પરંતુ તેની બહાર પણ હતા, પણ કદાચ આ જ જીવન છે. નહીં?
મને તારી પર વિશ્વાસ છે કે તું તારા સારા ઈરાદા આગળ કોઈ પણ મુશ્કેલીને ટકવા નહીં દે. તેં ઉદાહરણ પૂરું પાડ્યું અને એક એક જીત માટે બધું જ દાવ પર લગાવી દીધું. પોતાની પૂરી તાકાત લગાવી. હાર બાદ તારી બાજુમાં બેસીને મેં તારાં આંસું જોયા છે. તારા મનમાં અફસોસ હતો કે, ક્યાં ભૂલ રહી ગઈ અને કેવી રીતે આને સારું કરી શકાય. આ તું છો અને તે આવી જ અપેક્ષા બધા પાસે રાખી. તું હંમેશાંથી અપરંપરાગત તથા આક્રમક છે.
તને દંભ ગમતો નથી. તારી આ જ વાત તને મારી નજરમાં મહાન બનાવે છે. આ તારું પોતીકાપણું છે, આ વાતમાં કોઈ પ્રકારની ચાપલૂસી નથી. દરેક વ્યક્તિ આ વાતને સમજી શકશે નહીં. મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લોકો તને સારી રીતે સમજી જશે તે લોકો ધન્ય છે. તું પર્ફેક્ટ નથી અને તારી અંદર પણ ઊણપ છે, પરંતુ તે ક્યારેય ઉણપોને છૂપાવવાનો પ્રયાસ કર્યો નથી. તેં હંમેશાં જે સાચું લાગ્યું તેનો સાથ આપ્યો. તેં હંમેશાં અઘરા માર્ગને પસંદ કર્યો. તેં ક્યારેય કોઈ વાત માટે ભીખ માગી નથી. આ હોદ્દા માટે પણ નહીં. કોઈ વ્યક્તિ કોઈ વાતને મજબૂતીથી પકડી લે છે તો તે પોતાને સીમિત કરી લે છે. માય લવ, તું અસીમિત છે. આ સાત વર્ષમાં તું જે કંઈ શીખ્યો તેને આપણી દીકરી સમજશે અને શીખશે. તેં બહુ સારું કર્યું.'
View this post on Instagram
---