શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં ધોની વગર કોહલી અધૂરો કેપ્ટન, શેન વોર્ને આપ્યું આ કારણ
નવી દિલ્હીઃ વિશ્વના મહાન લેગ સ્પિનર શેન વોર્ને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભરપેટ પ્રશંસા કરી છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના બ્રાંડ એમ્બેસેડર વોર્ને મંગળવારે કહ્યું કે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાને ધોનીના અનુભવની ખૂબ જરૂર છે. વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી તેના વગર અધૂરો છે.
કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ 'મને પણ ભાજપે ઓફરી કરી હતી', જુઓ વીડિયો
વોર્ને કહ્યું કે, ધોની શાનદાર ખેલાડી છે. તે ટીમની જરૂરિયાને ધ્યાનમાં રાખીને કોઈપણ ક્રમે બેટિંગ કરવા ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં તેની જરૂર છે. મેદાન પર તેનો અનુભવ અને નેતૃત્વ કૌશલ કોહલીને કામ આવશે. દબાણના સમયે ધોનીની સલાહ કોહલીને સફળતા અપાવે છે. કોહલી શાનદાર નેતૃત્વકર્તા છે પરંતુ અનેક વખત જોવામા આવ્યું છે કે, દબાણ હેઠળ ધોનીની સલાહે વિરાટને સફળતા અપાવી છે. જ્યારે બધી બાબતો તમારી તરફેણમાં હોય ત્યારે કેપ્ટનશિપ કરવી સરળ છે, પરંતુ મુશ્કેલ સમયમાં અનુભવની જરૂર હોય છે. જે ધોનીમાં આપણે જોઈ શકીએ છીએ.
શેન વોર્ને કહ્યું કે, ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતવા પ્રબળ દાવેદાર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ વર્લ્ડ કપ જીતી શકે છે, કારણકે તેઓ યોગ્ય સમય પર સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, ભારત અને ઇંગ્લેન્ડ ફેવરીટ છે. વાંચોઃ INDvAUS: આવતીકાલે પાંચમી વન ડે, રોહિત શર્મા બનાવી શકે છે આ ખાસ રેકોર્ડShane Warne: MS Dhoni is a great player. He can bat anywhere whatever the team needs. He is adaptable & anyone criticising him has no idea what they're talking about. India need him in World Cup, they need his experience & leadership skills on field to help Virat Kohli as well. https://t.co/TDAZgfOVh4
— ANI (@ANI) March 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement