આ ઉપરાંત ભુવનેશ્વર કુમારે 44 રનમાં 2 તથા કુલદીપ યાદવે 46 રનમાં 1 વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સાથે જ ભારતે વર્લ્ડકપમાં બીજી વખત સાઉથ આફ્રિકાને હાર આપી હતી.
2/7
નવી દિલ્હીઃ ભારતે બુધવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને છ વિકેટથી હાર આપીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા આપેલા 228ના રનના લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા ટુર્નામેન્ટમાં સળંગ ત્રણ મેચ હારી ગઈ છે અને તેમના માથે બહાર ફેંકાઇ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ સહિત કેટલાક ખેલાડીઓ જીતના હીરો રહ્યા હતા.
3/7
લોકેશ રાહુલઃ ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા લોકેશ રાહુલે (26 રન) પરિપક્વતાનો પરિચય આપ્યો હતો. તે ભલે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો પરંતુ 54 રનના સ્કોરે કોહલીની વિકેટ ગુમાવ્યા બાદ રાહુલે ત્રીજી વિકેટ માટે રોહિત સાથે 85 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
4/7
મહેન્દ્ર સિંહ ધોનીઃ લોકેશ રાહુલ આઉટ થયા બાદ મેદાનમાં આવેલા ધોનીએ 46 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી. ચોથી વિકેટ માટે તેણે રોહિત શર્મા સાથે 74 રનની ભાગીદારી કરી હતી.
5/7
યુઝવેન્દ્ર ચહલઃ સાઉથ આફ્રિકાની સ્પિનરો સામેની રમવાની નબળાઈ ફરી એકવાર ઉજાગર થઈ હતી. કુલદીપે એક બાજુથી રનગતિ રોકી રાખી હતી, જયારે ચહલે વિવિધતા સાથે શાનદાર સ્પેલ નાખ્યો હતો. ચહલે ડુપ્લેસિસ અને ડેર ડુસેનને આઉટ કરીને મેચનું રૂપ બદલી નાખ્યું હતું. 10 ઓવરમાં 51 રન આપી 4 વિકેટ લીધી હતી.
6/7
જસપ્રીત બુમરાહઃ વિશ્વના નંબર 1 બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાને શરૂઆતમાં જ ઝટકા આપ્યા હતા. તેણે 24 રનના સ્કોર સુધીમાં આફ્રિકાના બંને ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. જેમાંથી તેઓ ક્યારેય બહાર આવી શક્યા નહોતા. બુમરાહે 10 ઓવરમાં 1 મેડન નાંખી 35 રન આપી 2 વિકેટ ખેરવી હતી.
7/7
રોહિત શર્માઃ રોહિત શર્માએ ક્લાસિક ઇનિંગ રમતા 144 બોલમાં 13 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 122* રન કર્યા હતા. તેની ઇનિંગ થકી ભારતે શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ સસ્તામાં ગુમાવ્યા છતા સરળતાથી મેચ જીતી હતી. રોહિતના આ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.