World Athletics Championship: નીરજ ચોપરાએ મહિલા ફેનને તિરંગા પર ઓટોગ્રાફ આપવાનો કર્યો ઇનકાર, બાદમાં આ રીતે જીત્યું દિલ
World Athletics Championship: નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો
World Athletics Championship: નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
A very sweet Hungarian lady (who spoke excellent Hindi btw) wanted a Neeraj Chopra autograph. Neeraj said sure but then realised she meant on the 🇮🇳 flag. 'Waha nahi sign kar sakta' Neeraj tells her. Eventually he signed her shirt sleeve. She was pretty happy all the same. pic.twitter.com/VhZ34J8qH5
— jonathan selvaraj (@jon_selvaraj) August 28, 2023
આ ટાઈટલ જીત્યા બાદ આ સ્ટાર ખેલાડીએ તિરંગા પર ઓટોગ્રાફ ન આપીને કરોડો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા. વાસ્તવમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેની એક હંગેરીની મહિલા ફેન તિરંગા પર ઓટોગ્રાફ લેવા માંગતી હતી પરંતુ નીરજે તેની માંગણીનો અસ્વીકાર કરી તિરંગા પર ઓટોગ્રાફ આપવાની ના પાડી દીધી હતી. આખરે આ વર્લ્ડ ચેમ્પિયન એથ્લેટે મહિલાની ટી-શર્ટની સ્લીવ પર ઓટોગ્રાફ આપ્યો હતો.
A Hungarian lady wanted Neeraj Chopra's autograph on the Indian flag, Neeraj denied her and said 'I cannot sign it on the flag'. Later he signed it on the lady's tshirt sleeves. (Sportstar).
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2023
- The respect and admiration Neeraj has for the Indian flag! 🇮🇳 pic.twitter.com/tei4Xsy4fM
આ ઘટનાની જાણકારી ધરાવનારા એક પત્રકારે ટ્વીટ કર્યું હતું કે એક ખૂબ જ સુંદર હંગેરિયન મહિલા ( તે ખૂબ જ સારુ હિન્દી બોલતી હતી) નીરજ ચોપરાનો ઓટોગ્રાફ લેવા માંગતી હતી. નીરજે હા પાડી. બાદમાં નીરજને ખ્યાલ આવ્યો કે મહિલા તિરંગા પર ઓટોગ્રાફ લેવા માંગે છે. જેના કારણે નીરજે તેને કહ્યું કે તે આમ કરી શકતો નથી. આખરે નીરજે મહિલાની ટી-શર્ટની સ્લીવ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. જેનાથી મહિલા ખૂબ ખુશ થઇ હતી.
This is Neeraj Chopra, Olympic Gold Medalist.
— Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023
After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her.
Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e
આ સિવાય નીરજે પાકિસ્તાની એથ્લેટ અશરફ નદીમ સાથે ફોટો પડાવીને પણ ઘણી ચર્ચા જગાવી હતી. વાસ્તવમાં, નીરજ ચોપરા ચેક રિપબ્લિકના એથ્લેટ યાકુબ વાલેશ સાથે તિરંગા સાથે ફોટો ક્લિક કરતો જોવા મળે છે. બંને ખેલાડીઓ પાસે પોતપોતાના દેશનો ધ્વજ હતો. ત્યારબાદ નીરજની નજર અરશદ પર ગઈ અને તેણે પાકિસ્તાની ખેલાડીને ફોટો ક્લિક કરવા માટે બોલાવ્યો હતો.
Watch Neeraj Chopra inviting Silver medalist Arshad Nadeem (likely without flag) under Bharat's 🇮🇳 #AkhandBharat pic.twitter.com/Hy9OlgKpTE
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 28, 2023
અરશદ નદીમ પણ આ ફાઈનલ ઈવેન્ટનો ભાગ હતો, તેણે 87.82 મીટરનું દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ કબજે કર્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાલેશે 86.67 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
The way he folded the flag❤❤
— Dr Nivedita (@NiveditaKunwar) August 7, 2021
Army ethos on display🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Congrats JCO @Neeraj_chopra1
Nation is proud of you!!
Jai hind🇮🇳🇮🇳#IndianArmy @adgpi #Gold pic.twitter.com/nzGvlEX3FI