શોધખોળ કરો
Advertisement
World Cup: ક્રિકેટરો ઇંગ્લેન્ડમાં માત્ર આટલા દિવસ જ પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના પ્રથમ 21 દિવસ સુધી ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડ તેની સાથે રહી શકશે નહીં.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોની પત્નીઓ અને પરિવારના સભ્યો વર્લ્ડ કપ શરૂ થયાના 21 દિવસ બાદ જ તેમની સાથે રહી શકશે. બીસીસીઆઈએ એ પણ નક્કી કર્યું છે કે વધુમાં વધુ 15 દિવસ સુધી ક્રિકેટરની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ તેની સાથે રહી શકશે. એનો મતલબ એ થયો કે પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ (WAGs) 16 જૂનના રોજ રમાનાર ભારત પાકિસ્તાન મેચની મજા માણી નહીં શકે.
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના પ્રથમ 21 દિવસ સુધી ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડ તેની સાથે રહી શકશે નહીં. ત્યારબાદ ખેલાડી પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે રહી શકે છે. પરંતુ સાથે રહેવાના દિવસોની સંખ્યા 15થી વધુ નહીં હોય. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ 30 મેએ યોજાનાર છે અને 15 જુલાઇ સુધી ચાલશે.
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો કોહલીની પત્ની અનુષ્કા શર્મા ટૂર્નામેન્ટના અંત સુધી રહેવા ઇચ્છે છે તો તે ટૂર્નામેન્ટના નોકઆઉટ ગેમ સુધી જ સાથે રહી શકશે.
કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વ કપ દરમિયાન પરિવારને સાથે રાખવાની મંજૂરી માગી હતી, પરંતુ બોર્ડે આ ટૂર્નામેન્ટ માટે નિયમમાં બદલાવ કર્યો, બોર્ડે કોહલી સાથે ચર્ચા કર્યા વગર નિયમોમાં બદલાવ કર્યો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક પ્રવાસ દરમિયાન BCCIને ખેલાડીઓના પરિવારની વ્યવસ્થા કરવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement