વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં રચાશે ઇતિહાસ, ટીમ ઇન્ડિયાની સાથે પહેલીવાર થશે કંઇક આવુ.....
છેલ્લા 10 વર્ષમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન વિરુદ્ધ તટસ્થ સ્થાન પર સીરીઝ રમી છે. આનુ કારણ પાકિસ્તાનમાં ક્રિકેટનુ આયોજન ના થવાનુ રહ્યું છે. પાકિસ્તાનની સાથે સીરીઝ મોટાભાગે સંયુક્ત આરબ અમિરાતમાં રમાઇ હતી.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આગામી મહિને ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટન મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાવવાની છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના 89 વર્ષના ઇતિહાસમાં તટસ્થ સ્થાન પર પહેલી ટેસ્ટ હશે. ટેસ્ટ દરજ્જો મેળવાનારા દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ જ એવા દેશ છે જેને તટસ્થ સ્થાન પર ટેસ્ટ ક્રિકેટ નથી રમી. છેલ્લા 10 વર્ષમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન વિરુદ્ધ તટસ્થ સ્થાન પર સીરીઝ રમી છે. આનુ કારણ પાકિસ્તાનમાં ક્રિકેટનુ આયોજન ના થવાનુ રહ્યું છે. પાકિસ્તાનની સાથે સીરીઝ મોટાભાગે સંયુક્ત આરબ અમિરાતમાં રમાઇ હતી. 2009ની શરૂઆતમાં જ્યારે શ્રીલંકન ક્રિકેટ ટીમ પર બંદૂકધારીઓ હુમલો કર્યો હતો, ત્યારેથી 10 વર્ષ સુધી કોઇ પણ દેશ પાકિસ્તાન નથી ગયો, એટલા માટે પાકિસ્તાને યૂએઇમાં જ પોતાની ટેસ્ટ રમવાનો ફેંસલો કર્યો હતો. આ હુમલા બાદ ભારતે ક્યારેય પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમી નથી, પાકિસ્તાન અવારનવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શરૂ કરવા માટે આમંત્રણ આપી ચૂક્યુ છે.
મોકો ચૂકી ગઇ હતી ટીમ ઇન્ડિયા......
પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2008માં મુંબઇ હુમલા બાદ વિવાદ ખુબ વધી ગયો હતો, એટલા માટે બન્ને દેશોની વચ્ચે છેલ્લા 14 વર્ષથી ટેસ્ટ મેચ નથી રમી. આ કારણથી ભારત અને પાકિસ્તાને તટસ્થ સ્થાન પર કોઇ ટેસ્ટ મેચ પણ નથી રમી. ભારતની પાસે 1999-00મા એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન તટસ્થ સ્થાન પર રમવાનો મોકો હતો, ફાઇનલ ઢાકામાં રમાઇ હતી, પરંતુ ભારત ત્યાં સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યુ હતુ, પાકિસ્તાન અને શ્રીલંકા ઢાકામાં ટાઇટલ માટે ફાઇનલમાં ટકરાયા હતા.
સાઉથેમ્પ્ટનમાં ડબલ્યૂટીસી ફાઇનલ જોકે 4,000ની ભીડની સામે રમાશે, અને આમાં ઘણાબધા ભારતીય ફેન્સ સામેલ થઇ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમવા માટે ટીમ ઇન્ડિયાના ખેલાડી 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થઇ જશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે, અને આગામી મહિને ફાઇનલ પહેલા મેજબાન વિરુદ્ધ બે ટેસ્ટ મેચ પણ રમશે.