શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ફિરકીના આ જાદુગરે એક મેચમાં આપી દીધા એટલા રન કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત
અફઘાનિસ્તાનના 20 વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાન માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. તેની બોલંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ 11 સિક્સ ફટકારી હતી. જેની સાથે જ તે વન ડેમાં સૌથી વધારે સિક્સ આપનારો બોલર બન્યો હતો.
નવી દિલ્હીઃવર્લ્ડકપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને 71 બોલમાં 148 રન બનાવ્યા હતા. જેમાં તેણે 17 સિક્સ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના બોલરોએ વર્લ્ડના નંબર 1 સ્પિનર રાશિદ ખાનની સારી ધોલાઈ કરી હતી. રાશિદ ખાને 9 ઓવરમાં 110 રન આપ્યા હતા અને તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. આ સાથે જ રાશિદ ખાન વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપનારો સ્પિનર બની ગયો છે.
અફઘાનિસ્તાનના 20 વર્ષીય લેગ સ્પિનર રાશિદ ખાન માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. તેની બોલંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ 11 સિક્સ ફટકારી હતી. જેની સાથે જ તે વન ડેમાં સૌથી વધારે સિક્સ આપનારો બોલર બન્યો હતો.9 overs 110 runs No wickets Rashid Khan hasn't had the best day at the office so far... 😶 pic.twitter.com/DdjWNfz2MS
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
વન ડે ઈન્ટરનેશનલમાં 100 કે તેથી વધારે રન આપનારો એક માત્ર સ્પિનર બની ગયો છે. મોર્ગને રાશિદની ઓવરમાં 7 છગ્ગા માર્યા હતા. વન ડે ઈન્ટરનેશનલમાં કોઈ બેટ્સમેન દ્વારા એક બોલરને ફટકારેલા સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ છે. આજની મેચ પહેલા વર્લ્ડકપમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ એમ સ્નેડનના નામે હતો. 1983ના વર્લ્ડકપમાં તેણે 12 ઓવરમાં 105 રન આપ્યા હતા. જે બાદ 2015ના વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝના જેસન હોલ્ડરે 10 ઓવરમાં 104 અને 2015માં અફઘાનિસ્તાનના દૌલત જાદરને 10 ઓવરમાં 101 રન આપ્યા હતા.#EoinMorgan smashed 17 sixes in his sensational innings against Afghanistan today! DOWNLOAD THE #CWC19 APP TO WATCH HIS HITS NOW ⬇️ APPLE 👉 https://t.co/whJQyCahHr ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/LGiXwPJDhX
— Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement