શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનના ખેલાડીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- વર્લ્ડકપમાં જાણી જોઈને ખરાબ રમ્યા ટીમના ટોચના ખેલાડીઓ
વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશિપ યુવા સ્પિનર રાશિદ ખાનને સોંપવામાં આવી છે. બીજી તરફ વર્લ્ડ કપમાં કેપ્ટન રહેલા ગુલબદીન નઈબે ટીમના સિનીયર ખેલાડીઓ ઉપર મોટો ખુલાસો કરતા કહ્યું કે ખેલાડી મેચ હારવા છતા નિરાશ દેખાતા ન હતા પણ હસતા જોવા મળતા હતા.
નવી દિલ્હીઃ 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલ અફઘાનિસ્તાન પાસે આશા તો મોટી ન હતી પણ ટીમનું સંતોલન જોતા એવું લાગી રહ્યું હતું કે તે એક મેચ જીતવા તો સફળ રહેશે. જોકે આમ બન્યું ન હતું અને અફઘાનિસ્તાનનો બધા 9 મુકાબલામાં પરાજય થયો હતો. વર્લ્ડ કપમાં ટીમ ત્રણ વખત જીતની નજીક પહોંચી હતી પણ જીત શકી ન હતી. એના કરતા પણ ખરાબ વાત એ હતી કે ટીમની અંદર મતભેદની ખબરો બહાર આવી હતી. ઓપનર શહઝાદે પોતાની પૂરી રીતે ફિટ બતાવ્યો હતો અને વર્લ્ડ કપમાં બહાર કરવાનો આરોપ ટીમ મેનેજમેન્ટ ઉપર લગાવ્યો હતો.
વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશિપ યુવા સ્પિનર રાશિદ ખાનને સોંપવામાં આવી છે. બીજી તરફ વર્લ્ડ કપમાં કેપ્ટન રહેલા ગુલબદીન નઈબે ટીમના સિનીયર ખેલાડીઓ ઉપર મોટો ખુલાસો કરતા કહ્યું છે કે તેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો ન હતો. ખેલાડી મેચ હારવા છતા નિરાશ દેખાતા ન હતા પણ હસતા જોવા મળતા હતા.
નઈબે કહ્યું હતું કે વર્લ્ડ કપ દરમિયાન ટીમના સિનીયર ખેલાડીઓ સહયોગ કરતા ન હતા. તે જાણી જોઈને ખરાબ રમતા હતા અને જ્યારે હું બોલિંગ માટે કહેતો હતો તો તે મારી તરફ જોતા પણ ન હતા. જોકે નઈબે કહ્યું છે કે તે લેગ સ્પિનર અને ટીમના નવા કેપ્ટન રાશિદ ખાનને પુરું સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે ગુલબદીન નઇબને વર્લ્ડ કપ શરુ થતા પહેલા જ કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે મોહમ્મદ નબી અને રાશિદ ખાન જેવા ખેલાડીઓએ કેપ્ટન બનાવવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી.
આખરે અમદાવાદમાં પણ થયું મેઘરાજાનું આગમન, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
સોનામાં લાલચોળ તેજી, રેકોર્ડ સ્તર પર પહોંચ્યો ભાવ, જાણો વિગત
દુલ્હન લુકમાં નજરે પડી ગોપી વહુ, તસવીરો થઈ વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement