નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં શનિવારે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રનથી હાર આપી હતી. અફઘાનિસ્તાન સામે જીત મેળવવા ભારતે ખૂબ મહેનત કરવી પડી હતી. આખરે શમીની હેટ્રિક અને બુમરાહની ચુસ્ત બોલિંગથી ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ મેચમાં ત્રણ એવા ટર્નિંગ પોઇન્ટ હતા જેનાથી ટીમ ઈન્ડિયાની જીત શક્ય બની હતી.
2/4
શમીની હેટ્રિકઃ વર્તમાન વર્લ્ડકપમાં એક પણ મેચ નહીં રમેલા શમીને પ્રથમ વખત મોકો મલ્યો હતો. ભુવનેશ્વર ઘાયલ થયા બાદ ટીમ ઈન્ડિયાને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો. શમીએ ભારતને પ્રથમ બ્રેક થ્રૂ અપાવવાની સાથે મેચની અંતિમ ઓવરમાં કમાલ કરતાં હેટ્રિક લીધી હતી. 50મી ઓવરના પ્રથમ બોલ પર નબીએ ફોર ફટકારી અફઘાનિસ્તાનના જીતના ચાન્સ વધારી દીધા હતા. બીજો બોલ ડોટ ગયો અને ત્રીજા બોલર પર તેણે નબીને લોંગ ઓન પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો ચોથા અને પાંચમાં બોલ પર અફતાબ આલમ અને મુજીબ ઉર રહેમાનને આઉટ કરી વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક નોંધાવી એટલું જ નહીં ભારતને ઉલટફેરનો શિકાર થવાથી પણ બચાવ્યું.
3/4
કોહલી-જાધવની ફિફ્ટીઃ મેચમાં વિરાટ કોહલી અને કેદાર જાધવે ફિફ્ટી લગાવીને ભારતને સ્કોર 224 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જો આ બંનેએ ફિફ્ટી ન ફટકારી હોત તો ભારતની મુશ્કેલી વધી શકતી હતી. કોહલીએ 67 અને જાધવે 52 રન બનાવ્યા હતા. ધોની પણ અફઘાનિસ્તાનના બોલર સામે છૂટથી રન બનાવી શક્યો હતો. તેણે 28 રન બનાવવા માટે 52 બોલ લીધા હતા.
4/4
બુમરાહના યોર્કરઃ આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહની બોલિંગ સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ હતો. બુમરાહ પોતાના બીજા સ્પેલમાં આવ્યો અને અફઘાનિસ્તાનને હલાવીને રાખી દીધું. બુમરાહે પહેલા રહમત શાહને પોતાની બાઉન્સરનો શિકાર બનાવ્યો. રહમત શાહે શોર્ટ બોલ પર યુજવેન્દ્ર ચહલને કેચ આપ્યો. બે બોલ બાદ બુમરાહે હશમતુલ્લાહ શાહિદીને પણ આઉટ કરી ભારતની મેચમાં વાપસી કરાવી દીધી. બુમરાહે અંતિમ ઓવરમાં ખતરનાક યોર્કર નાંખીને અફઘાનિસ્તાનના બેટ્સમેનોને મોટા શોટ ફટકારતાં રોક્યા હતા. 49મી ઓવરમાં તેણે માત્ર પાંચ જ રન આપ્યા. બુમરાહની ચુસ્ત બોલિંગના કારણે છેલ્લી ઓવરમાં 16 રન કરવાના આવ્યા હતા. મેચમાં બુમરાહે 2 વિકેટ લીધી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.