શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલા કોહલીએ કહી આ મોટી વાત, જાણો વિગત
નોકઆઉટ માટે ટીમની તૈયારીને લઈ કોહલીએ કહ્યું, લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેછે. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોક્સ કરવું પડે છે. ડિસિજન મેકિંગ મહત્વનું રહેશે. બંને ટીમો પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ ગત વખતે પણ ફાઇનલમાં પહોંચી હતી. નોકઆઉટમાં કેવી રીતે રમવાનું છે તેની તેમને ખબર છે
લીડ્સઃ ન્યૂઝીલેન્ડ સામે મંગળવારે રમાનારી વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે. દબાણમાં ટીમ ઈન્ડિયા હંમેશા અપેક્ષા પર ખરી ઉતરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ જીતની રણનીતિ સાથે ઉતરશે.
નોકઆઉટ માટે ટીમની તૈયારીને લઈ કોહલીએ કહ્યું, લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેછે. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોક્સ કરવું પડે છે. ડિસિજન મેકિંગ મહત્વનું રહેશે. બંને ટીમો પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ ગત વખતે પણ ફાઇનલમાં પહોંચી હતી. નોકઆઉટમાં કેવી રીતે રમવાનું છે તેની તેમને ખબર છે. તે દિવસે જે વધારે સારું પ્રદર્શન કરે છે તેમના જીતવાની શક્યતા વધારે હોય છે.A full house here in Manchester as #TeamIndia Skipper @imVkohli addresses the media on the eve of the semi-final against New Zealand.#CWC19 pic.twitter.com/V3b3vsRNiJ
— BCCI (@BCCI) July 8, 2019
Virat Kohli: Whichever team is more brave in being calculative, that team stands a better chance to win so we understand that combination,we've made it to a lot of knockout games&finals and it's up to both to bring their A game.Whoever handles pressure better will come out on top
— ANI (@ANI) July 8, 2019
કોહલીએ કહ્યું, અમારી બોલિંગ શ્રેષ્ઠ છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે. ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ સારી છે. તેcના પેસર લયમાં છે. તેમની સામે અમારે અનુશાસનમાં રહેવાની જરૂરછે. અમારે યોગ્ય ક્રિકેટ રમવું પડશે. તેમના બોલર્સની લાઈન લેન્થ સારી રહી છે. તેઓ બોલને યોગ્ય જગ્યા પર રાખવામાં સફળ રહ્યા છે.
કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની અંગે કહ્યું, મેં તેની અંડરમાં કરિયર શરૂ કરી હતી. ધોની માટે અમને ખૂબ આદર છે. તે હંમેશા ખુશમિજાજ રહેતો વ્યક્તિ છે. જ્યારે હું તેને કંઈ પૂછુ તો હંમેશા સારી સલાહ જ આપે છે. મને તેની સાથે આટલા વર્ષો રમવા મળ્યું તેથી ભાગ્યશાળી માનું છું.
2008માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં અંડર 19નો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો થયા હતા. રસપ્રદ વાત એ છે કે તે સમયે ભારતીય ટીમની કેપ્ટનશિપ કોહલીના હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ વિલિયમ્સનના હાથમાં હતી. આમ 11 વર્ષ પછી ફરી બંને કેપ્ટનો સેમિ ફાઇનલમાં ટકરાશે.
શેરબજારના રોકાણકારોને પસંદ ન આવ્યું બજેટ, જાણો બે દિવસમાં કેટલા લાખ કરોડ રૂપિયા ડૂબ્યા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વચ્ચે શાકભાજીના ભાવમાં કેટલો થયો વધારો? જુઓ વીડિયોVirat Kohli: A lot of players from that World Cup from our batch, from their batch, from other teams as well, made it to their national teams & are still playing. I think it is a really nice memory. Neither me nor him could have ever anticipated that one day this will happen. https://t.co/E4N6Cy8LKw
— ANI (@ANI) July 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion