શોધખોળ કરો
Advertisement
‘સિક્સર કિંગ’યુવરાજે આ પાકિસ્તાની બોલર્સના છોડાવી દીધા છગ્ગા, પલટી નાખી મેચ
આ મેચમાં યુવરાજે ત્રણ પાવરફુલ સિક્સર્સ ફટકારી, જેમાંથી બે પાકિસ્તાની બોલર શાદાબની બોલિંગમાં આવી.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા બાદ યુવરાજ સિંહ હાલમાં ગ્લોબલ ટી-20 કેનેડા લીગમાં રમી રહ્યા છે. આ લીગના પ્રથમ મેચમાં યુવરાજનો જાદુ ચાલ્યો ન હતો પરંતુ બીજા મેચમાં તેણે બોતાની બેટિંગથી ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ લીગમાં યુવી ટોરન્ટો નેશનલ્સ ટીમના કેપ્ટન છે અને તેણે એડમોન્ટન રોયલ્સ વિરૂદ્ધ 21 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમી હતી.
આ મેચમાં યુવરાજે ત્રણ પાવરફુલ સિક્સર્સ ફટકારી, જેમાંથી બે પાકિસ્તાની બોલર શાદાબની બોલિંગમાં આવી. આવા છગ્ગા જોયા બાદ બોલર્સ પણ દંગ રહી ગયા. યુવરાજ આ લીગની ટોરન્ટો નેશનલ્સની ટીમમાં છે. તે એડમન્ટોન રૉયલ્સ વિરુદ્ધ રમી રહ્યો હતો. યુવરાજની ટીમ 192 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી ત્યારે ઓપનર્સ માત્ર 29 રનમાં આઉટ થઈ ગયા હતા. બાદમાં યુવરાજે આવીને મેચની બાજી જ પલટી નાખી હતી. તેણે 21 બોલરમાં ધમાકેદાર 35 રન ફટકાર્યા જેમં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. યુવરાજની ધમાકેદાર ઇનિંગના રોજે ટીમ મેચ જીતી ગઈ હતી. તેણે પાકિસ્તાની સ્પિનર શાદાબની બોલિંગમાં લગાવેલી સ્ટ્રેઈટ સિક્સ તો બહુ જ દર્શનીય હતી. ગ્લોબલ ટી20માં પહેલી મેચની જ યુવરાજ ચર્ચામાં છે, કારણ કે, તે આઉટ થયા વિના જ પેવેલિયન પરત ફરી ગયો હતો. યુવીને લાગ્યું કે, તે સ્ટમ્પ આઉટ થઈ ગયો છે જ્યારે બોલ પર લાગ્યો ત્યારે તે ક્રિઝની અંદર જ હતો.Sixes from @YUVSTRONG12’s bat were a delight to watch! #GT2019 #ERvsTN pic.twitter.com/lhq4zM5Wwq
— GT20 Canada (@GT20Canada) July 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement