મળતી માહિતી મુજબ જો સરકાર દ્વારા વેકેશન કેન્સલ ન કરવામાં આવે તો પણ કેટલીક ખાનગી શાળાઓ ચાલુ જ રહેશે. બીજી બાજુ સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ વિરોધનો માહોલ છે. પરંતુ સરકારની ગ્રાન્ટ પર સ્કૂલો ચાલતી હોય સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોએ તો પરિપત્રનું પાલન કરવું જ પડશે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોને વેકેશન નહીં આપે તો 1 લાખ સુધીનો દંડ કરવાની પણ ચિમકી આપી દીધી છે. ત્યારે આગામી દિવસમાં નવરાત્રી વેકેશનનો મુદ્દો વધુ ગરમાય તેવા એંધાણ છે.
2/4
રાજ્ય સરકાર દ્વારા તા.10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું ત્યારે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓએ નવરાત્રી વેકેશન માટેનો પરિપત્ર સ્વીકારી કોઈપણ પ્રકારનો વિરોધ કર્યો નથી.
3/4
સુરત: ગુજરાત બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સરકારી તથા ગ્રાન્ટેડ શાળા નવરાત્રી વેકેશનનું પાલન નહીં કરે તો તેમને 1 લાખ સુધીનો દંડ કરવાની મૌખિક સૂચના સરકારે આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારે નવરાત્રી વેકેશનની કરેલી જાહેરાત બાદથી રોજેરોજ નવા વિવાદ થઇ રહ્યા છે. જોકે ગુજરાત સિવાયના અન્ય બોર્ડ માટે નવરાત્રી વેકેશન મરજિયાત કરવામાં આવ્યું છે.
4/4
સોમવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં મુખ્યમંત્રી રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને વેકેશનનો નિર્ણય પાછો ખેંચી લઇ વેકેશન મરજીયાત અથવા તો શાળાઓ 1 થી 2 કલાક મોડી શરૂ કરવાની માંગણી કરવામાં આવશે.