શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ પિતરાઇના પ્રેમમાં કામાંધ વેલ્સીએ કઈ રીતે પતિની કરાવી હત્યા? જાણો આખો ઘટનાક્રમ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172639/suketu1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![પૂછપરછ કરવામાં આવતાં વેલ્સી પણ ભાંગી પડી હતી અને બંને વચ્ચે કંકાસ રહેતો હોવાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં, સુકેતુ અને તેના મિલન વચ્ચે વિઘ્નરૂપ હોવાથી તેને સુકેતુ સાથે મળીને તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું અને પ્લાન પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172928/srt-pic-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂછપરછ કરવામાં આવતાં વેલ્સી પણ ભાંગી પડી હતી અને બંને વચ્ચે કંકાસ રહેતો હોવાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં, સુકેતુ અને તેના મિલન વચ્ચે વિઘ્નરૂપ હોવાથી તેને સુકેતુ સાથે મળીને તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું અને પ્લાન પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો.
2/10
![ગઈ કાલે સુકેતુ અને ધીરેન્દ્ર મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ પછી પોલીસે કડકાઇ પૂર્વક બંનેની પૂછરપછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને દિશીતની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સવારે વેલ્સીને પણ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172926/srt-pic-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગઈ કાલે સુકેતુ અને ધીરેન્દ્ર મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ પછી પોલીસે કડકાઇ પૂર્વક બંનેની પૂછરપછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને દિશીતની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સવારે વેલ્સીને પણ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.
3/10
![સુકેતુ અને વેલ્સી બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા, પરંતુ બંને પિતરાઇ ભાઈ-બહેન હોવાથી પરિવારે તેમના સંબંધ સ્વીકાર્યા નહોતા. આ પછી વેલ્સીના લગ્ન દિશીત સાથે થઈ ગયા હતા, જ્યારે સુકેતુના પણ બીજે લગ્ન થઈ ગયા હતા. જોકે, સુકેતુ પણ પોતાની પત્નીથી ખૂશ નહોતો. બંને વચ્ચે પણ મનભેદ થતાં સુકેતુની પત્ની પિયર ચાલી ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172645/srt-pic-21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુકેતુ અને વેલ્સી બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા, પરંતુ બંને પિતરાઇ ભાઈ-બહેન હોવાથી પરિવારે તેમના સંબંધ સ્વીકાર્યા નહોતા. આ પછી વેલ્સીના લગ્ન દિશીત સાથે થઈ ગયા હતા, જ્યારે સુકેતુના પણ બીજે લગ્ન થઈ ગયા હતા. જોકે, સુકેતુ પણ પોતાની પત્નીથી ખૂશ નહોતો. બંને વચ્ચે પણ મનભેદ થતાં સુકેતુની પત્ની પિયર ચાલી ગઈ હતી.
4/10
![પ્લાન પ્રમાણે સુકેતુ પોતાના ડ્રાઇવર ધિરેન્દ્ર સાથે રીક્ષા લઈને આવી પહોંચ્યો. વેલ્સીનો સંકેત મળતા જ સુકેતુ અને ધીરેન્દ્ર ઘરમાં ઘૂસી ગયા અને વેલ્સીની હાજરીમાં જ સુકેતુ અને તેના ડ્રાઈવરે નિંદ્રાધીન દિશીતને ઉંધમાં જ ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ધીરેન્દ્રએ દિશીતને પકડી રાખ્યો હતો. જ્યારે સુકેતુએ તેના ગળા પર છરી ફેરવીને હત્યા કરી નાખી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172644/12321.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્લાન પ્રમાણે સુકેતુ પોતાના ડ્રાઇવર ધિરેન્દ્ર સાથે રીક્ષા લઈને આવી પહોંચ્યો. વેલ્સીનો સંકેત મળતા જ સુકેતુ અને ધીરેન્દ્ર ઘરમાં ઘૂસી ગયા અને વેલ્સીની હાજરીમાં જ સુકેતુ અને તેના ડ્રાઈવરે નિંદ્રાધીન દિશીતને ઉંધમાં જ ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ધીરેન્દ્રએ દિશીતને પકડી રાખ્યો હતો. જ્યારે સુકેતુએ તેના ગળા પર છરી ફેરવીને હત્યા કરી નાખી.
5/10
![આ પછી પ્લાન પ્રમાણે લૂંટ થઈ હોય, તેવું દર્શાવવા વેલ્સીના ઘરેણા લઈ લીધા. આ પછી વેલ્સી અને તેની દીકરી બાથરૂમમાં પુરાઈ ગયા. બીજી તરફ સુકેતુ અને ધિરેન્દ્ર દિશીતની કાર લઈને ફરાર થઈ ગયા. સુકેતુને દિશીતની કારની ચાવી વેલ્સીએ આપી હતી. બંને કારને ઘરથી થોડે દૂર મૂકી ફરાર થઈ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172642/13271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી પ્લાન પ્રમાણે લૂંટ થઈ હોય, તેવું દર્શાવવા વેલ્સીના ઘરેણા લઈ લીધા. આ પછી વેલ્સી અને તેની દીકરી બાથરૂમમાં પુરાઈ ગયા. બીજી તરફ સુકેતુ અને ધિરેન્દ્ર દિશીતની કાર લઈને ફરાર થઈ ગયા. સુકેતુને દિશીતની કારની ચાવી વેલ્સીએ આપી હતી. બંને કારને ઘરથી થોડે દૂર મૂકી ફરાર થઈ ગયા હતા.
6/10
![આ પછી પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને વેલ્સીએ હત્યારોઓ દિશીતની હત્યા કર્યા પછી લૂંટ કરી વેલ્સી અને દીકરીને બાથરૂમમાં પૂરીને નાસી ગયા હતા. જોકે, પોલીસને વેલ્સીના નિવેદન અને ઘરમાં જે હાલત હતી, તે જોતાં કંઇક રંધાયું હોવાની ગંધ આવતી હતી. આ શંકાની દિશામાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે સત્ય સામે આવ્યું છે, તે જાણીને તમારું પણ હૃદય કાંપી ઉઠશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172641/4821-e1467288725689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને વેલ્સીએ હત્યારોઓ દિશીતની હત્યા કર્યા પછી લૂંટ કરી વેલ્સી અને દીકરીને બાથરૂમમાં પૂરીને નાસી ગયા હતા. જોકે, પોલીસને વેલ્સીના નિવેદન અને ઘરમાં જે હાલત હતી, તે જોતાં કંઇક રંધાયું હોવાની ગંધ આવતી હતી. આ શંકાની દિશામાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે સત્ય સામે આવ્યું છે, તે જાણીને તમારું પણ હૃદય કાંપી ઉઠશે.
7/10
![સુરતઃ સુરતની ટેક્સ ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની તેના જ ઘરમાં હત્યા થતાં ખળભળાટ મચી ગયો હતો. પત્ની વેલ્સી અને તેની દીકરીને હત્યારાઓએ બાથરૂમમાં પૂરી દિધી હતી અને આ પછી તેઓ હત્યા કર્યા પછી દિશીતની કારને લઈને જ નાસી ગયા હતા. વેલ્સીએ બાથરૂમની પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડીને બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને વેલ્સીને બહાર કાઢી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172639/suketu1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ સુરતની ટેક્સ ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિશીત જરીવાલાની તેના જ ઘરમાં હત્યા થતાં ખળભળાટ મચી ગયો હતો. પત્ની વેલ્સી અને તેની દીકરીને હત્યારાઓએ બાથરૂમમાં પૂરી દિધી હતી અને આ પછી તેઓ હત્યા કર્યા પછી દિશીતની કારને લઈને જ નાસી ગયા હતા. વેલ્સીએ બાથરૂમની પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડીને બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને વેલ્સીને બહાર કાઢી હતી.
8/10
![દરમિયાન વેલ્સીના સાસુ-સસરા મલેશિયા ફરવા જતાં મોકો હાથમાં આવી ગયો. આથી વેલ્સીએ સુકેતુ સાથે મળીને દિશીતની હત્યા માટે આ જ સારો મોકો હોવાનું જણાવીને કાવતરું ઘડી કાઢ્યું. આ પ્રમાણે સોમવારે રાત્રે દિશીતની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું. વેલ્સીએ સુકેતુને જણાવ્યું હતું કે, તે પોતાના ઘરનો દરવાજો ખૂલો મુકશે અને રાત્રે 11 વાગ્યા પછી હત્યાને અંજામ આપવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172637/11745873_797600533692183_6091994940914231966_n.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરમિયાન વેલ્સીના સાસુ-સસરા મલેશિયા ફરવા જતાં મોકો હાથમાં આવી ગયો. આથી વેલ્સીએ સુકેતુ સાથે મળીને દિશીતની હત્યા માટે આ જ સારો મોકો હોવાનું જણાવીને કાવતરું ઘડી કાઢ્યું. આ પ્રમાણે સોમવારે રાત્રે દિશીતની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું. વેલ્સીએ સુકેતુને જણાવ્યું હતું કે, તે પોતાના ઘરનો દરવાજો ખૂલો મુકશે અને રાત્રે 11 વાગ્યા પછી હત્યાને અંજામ આપવાનો છે.
9/10
![આમ, સુકેતુ અને વેલ્સી જે બંને એકબીજાના લગ્નજીવનથી નાખૂશ હતા અને ફરીથી સોશિયલ મીડિયાથી એકબીજાની નજીક આવી ગયા. વારંવારની વાતચીત પછી બંનેની મુલાકાતો વધવા લાગી અને ફોન પર પણ વાતો અને મુલાકાતો શરૂ થઈ. પરંતુ બંનેના મિલનમાં દિશીત વિઘ્ન હતો. આથી વેલ્સી અને સુકેતુએ દિશીતની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું. સુકેતુએ એક-બે વાર તેના ઘરની રેકી પણ કરી, પરંતુ લોકોની અવર-જવર રહેતી હોવાથી તેમણે જે તે સમયે હત્યાનો પ્લાન પડતો મૂકી દીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172635/13260019_1017421775012715_8622085036352243615_n-e1467288752476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ, સુકેતુ અને વેલ્સી જે બંને એકબીજાના લગ્નજીવનથી નાખૂશ હતા અને ફરીથી સોશિયલ મીડિયાથી એકબીજાની નજીક આવી ગયા. વારંવારની વાતચીત પછી બંનેની મુલાકાતો વધવા લાગી અને ફોન પર પણ વાતો અને મુલાકાતો શરૂ થઈ. પરંતુ બંનેના મિલનમાં દિશીત વિઘ્ન હતો. આથી વેલ્સી અને સુકેતુએ દિશીતની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું. સુકેતુએ એક-બે વાર તેના ઘરની રેકી પણ કરી, પરંતુ લોકોની અવર-જવર રહેતી હોવાથી તેમણે જે તે સમયે હત્યાનો પ્લાન પડતો મૂકી દીધો હતો.
10/10
![વેલ્સી અને દિશીત જરીવાલાના ચાર વર્ષ પહેલા મેરેજ થયા હતા. તેમના આ લગ્નજીવન દરમિયાન પુત્રી ફિયોનાનો જન્મ થયો હતો. જોકે, દીકરીના જન્મ પછી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને વચ્ચે વારંવાર તકરારો પણ થતી હતી. જેને કારણે બંનેના મન ખાટા થઈ ગયા હતા. દરમિયાન વેલ્સી સોશિયલ મીડિયા પર સુકેતુ સાથે સંપર્કમાં આવી હતી અને પછી તેમના સંબંધો ધીરે ધીરે આગળ વધતા ગયા. સુકેતુ એટલે બીજું કોઈ નહીં, તેનો પૂર્વ પ્રેમી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/30172545/suketu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેલ્સી અને દિશીત જરીવાલાના ચાર વર્ષ પહેલા મેરેજ થયા હતા. તેમના આ લગ્નજીવન દરમિયાન પુત્રી ફિયોનાનો જન્મ થયો હતો. જોકે, દીકરીના જન્મ પછી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને વચ્ચે વારંવાર તકરારો પણ થતી હતી. જેને કારણે બંનેના મન ખાટા થઈ ગયા હતા. દરમિયાન વેલ્સી સોશિયલ મીડિયા પર સુકેતુ સાથે સંપર્કમાં આવી હતી અને પછી તેમના સંબંધો ધીરે ધીરે આગળ વધતા ગયા. સુકેતુ એટલે બીજું કોઈ નહીં, તેનો પૂર્વ પ્રેમી.
Published at : 30 Jun 2016 05:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion