સુરતઃ અડાજણ વિસ્તારમાં બહુમાળી ઇમારતના બારમાં માળેથી કૂદીને ઇન્કમટેક્સ ઓફિસરની યુવાન પત્ની અને પાંચ વર્ષના દીકરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે 8.30 વાગ્યે માતાએ પહેલા પાંચ વર્ષના દીકરાને નીચે ફેંકી દીધો હતો અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ હતી. આ ઘટનાને કારણે આખા એપાર્ટમેન્ટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
3/5
માતા-દીકરો નીચે પટકાવાનો અવાજ આવતાં સવારે સ્કૂલે મુકવા જઈ રહેલા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ પછી 108ને પણ ફોન કરવામાં આવ્યો હતો. જોકે, બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
4/5
મૂળ હરિયાણાના અને હાલ સુરતમાં ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતાં રામનિહારે નેન પરિવાર અડાજણ વિસ્તારમાં આવેલા સ્તૂતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટના 12 માળે ભાડેથી રહે છે. નેના પરિવારમાં પત્ની, પુત્ર અને માતા છે. આજે સવારે 8.30 વાગ્યે પત્ની ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અનિકેતને 12 માળેથી નીચે ફેંક્યો હતો અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ હતી.
5/5
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, હાલ આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. કોઈ સૂસાઇડ નોટ પણ ઘટનાસ્થળેથી મળી નથી. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ મારતા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દીકરો પ્લેગ્રૂપમાં ભણતો હોવાનું જાણવા મળ્યું છે.