આગમ આર્કેડમાં ઉપરના માળે બાળકો પણ ફસાયાં હતાં. ટ્યુશન ક્લાસમાં આવેલા બાળકો ધૂમાડાથી ગૂંગળામણ અનુભવતાં 50થી વધુને રેસ્ક્યુ કરાયાં હતાં. બાળકોને ફાયરબ્રિગેડની ક્રેન દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડની લગભગ પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે આગ પર કાબુ મેળવવાની સાથે સાથે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
2/7
વેસુના આગમ આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શોપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે, આગના ધુમાડા જોત જોતામાં સમગ્ર આર્કેડમાં ફેલાયા હતાં. દુકાનની ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં આગના ધુમાડા પહોંચતાં લોકો ફસાયા હતાં. જેમને ફાયરબ્રિગેડના જવાનોએ ક્રેઈન દ્વારા બહાર કાઢ્યાં હતાં. હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે 50થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડે જહેમત ઉઠાવી છે. બીજી તરફ 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
3/7
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં પહેલા માળની દુકાનોમાં સોમવારે સાંજે ભીષણ આગ લાગી હતી. પહેલા માળે દુકાનમાં લાગેલી આગનો ધુમાડો ઉપર સુધી ફેલાયો હતો. જેથી ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં અને ટ્યુશન ક્લાસમાં ફસાયેલા 50થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. જ્યારે બચાવાયેલા એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
4/7
આગમ આર્કેટમાં મીટર પેટીમાં આગ લાગ્યા બાદ આગનો ધુમાડો ઉપર ચાલતાં ટ્યુશન ક્લાસીસ સુધી પહોંચ્યો હતો. જેમાંથી વિદ્યાર્થીઓને સલામત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સંજીવની હોસ્પિટલમાં ખસેડાયેલા 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. તડકેશ્વર નગર ભટારમાં રહેતા બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
5/7
આ મામલે સુરત પોલીસ કમિશ્નરે નિવેદન જાહેર કર્યું છે. પોલીસ કમિશ્નર સતીશ વર્માએ જણાવ્યું છે કે, પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે, જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને બચાવવામાં સફળતા મળી છે. ઘાયલ, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
6/7
સમગ્ર વિસ્તારમાં આગની ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા કૂતુહલતા પૂર્વક આગની ઘટનાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
7/7
ફાયરની ટીમે ક્રેન દ્વારા કોમ્પલેક્ષના કાચ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી.