સુરતઃ બળાત્કાર કેસમાં સુરત પોલીસે સ્વામીનારાયણના એક સાધુની ધરપકડ કરી હતી. પોલીસે સાધુના રૂમમાં તપાસ કરતા ત્યાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ઉપરાંત ગોદડી અને ચટાઇ પર વીર્યના ડાઘ જોવા મળ્યાં હતા. સાધુએ યુવતી પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને તેની માતાની સારવાર માટે પૈસા આપવાની લાલચ આપીને સાધુએ તેની ઝાળમાં ફસાવી હતી. જોકે, બળાત્કાર ગુજાર્યા બાદ સાધુએ તેને ધમકી આપીને ભગાડી મૂકી હતી અને પૈસા પણ આપ્યા ન હતા. ડભોલી ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ કારણસ્વરૂપદાસનું મૂળ નામ નિકુંજ સવાણી છે. હાલ પોલીસ આ કેસમાં તેની પૂછપરછ કરી રહી છે.
2/5
તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આ યુવતીને કોઈ એક મહિલાએ સાધુ સુધી પહોંચાડી હતી. આ મહિલા કતારગામ વિસ્તારમાં ફરતી રહે છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવતીને સાધુ સાથે શું સંબંધ છે. આ યુવતી સિવાય અન્ય કોઈ યુવતીઓને પણ સાધુ સુધી પહોંચાડવામાં આવી હતી કે કેમ? જો મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે તો આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે તે વાત ચોક્કસ છે.
3/5
સુરતની યુવતીની ફરિયાદ પ્રમાણે તેના પિતાને હૃદયની બીમારી છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા તેની માતાની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. માતા પણ કામ કરવા માટે અસમર્થ બનતા યુવતી કામની શોધમાં કતારગામ જીઆઈડીસા ખાતે ગઈ હતી. અહીં તેને એક મહિલા મળી ગઈ હતી. આ મહિલાને યુવતીએ કામધંધા માટેની વાત કરી હતી. આથી મહિલાએ તેનો મોબાઇલ નંબર લઈ લીધો હતો અને થોડા દિવસ પછી નંબર પર ફોન આવશે તેવું કહ્યું હતું. બે દિવસ બાદ યુવતીના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને કોઈ બહેને નંબર આપ્યાનું જણાવ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ યુવતીને પૈસાની જરૂરિયાત અંગે પૂછપરછ કરી હતી. બાદમાં તેને સ્વામીનારાયણ મંદિરે આવવાનું કહ્યું હતું.
4/5
અઠવાડિયા પછી ફરીથી યુવતીને ફોન આવ્યો હતો અને પૈસા લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે યુવતી મંદિર પહોંચી ત્યારે સાધુએ ફરી વખત તેની સાથે બદકામ કર્યું હતું અને તેને પૈસા આપ્યા વગર જ કાઢી મૂકી હતી. જોકે, આ વખતે યુવતીએ હિંમત કરીને તેના માતાપિતાને સાધુની કરતૂત અંગે જણાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
5/5
સ્વામીનારાયણ મંદિરનું નામ સાંભળીને બે ત્રણ દિવસ પછી યુવતી અહીં ફોન કરનાર વ્યક્તિને મળવા પહોંચી હતી. અહીં હાજર રહેલા 24 વર્ષીય કારણસ્વરૂપદાસ ઉર્ફે નિકુંજ સવાણી તેને પૈસા આપવાની વાત કરીને તેને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરી કરી હતી. જોકે, સાધુએ બદકામ કરીને યુવતીને પૈસા આપ્યા ન હતા પરંતુ આ વાત કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી.