પરિણીતાએ ઇનકાર કરી દેતાં એઝાઝે પોત પ્રકાશ્યું હતું અને પરિણીતા સાથેના ફોટા તેના પતિ અને પરિવારને મોકલી દેવાની ધમકી આપી હતી. આ ધમકીથી પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી અને એઝાઝને તાબે થવા મજબૂર બની હતી. એઝાઝે આ તકનો લાભ ઉઠાવીને પરિણીતા સાથે બે-બે વાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
2/5
એઝાઝે સંબંધ આગળ વધતાં યુવતીને ચોકબજાર સ્થિત ક્વોલીટી રેસ્ટોરન્ટ પાસે મળવા બોલાવી હતી. અહીં વાતચીત દરમિયાન એઝાઝે યુવતી સાથેનો ફોટો મોબાઇલમાં પાડી લીધો હતો. આ પછી એઝાઝે યુવતી પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, પરિણીતાએ ઇન્કાર કરી દીધો હતો.
3/5
એઝાઝની પજવણી આ પછી પણ ન અટકતા અંતે પરિણીતાએ એઝાઝ વિરુદ્ધ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યાની અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી એઝાઝ ઇકબાલ બનારસીની ધરપકડ કરી વધુ કાર્યવાહી આરંભી છે.
4/5
સુરતઃ સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી સુરતની યુવતીને ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ બનેલા યુવકને મળવા ગયેલી પરણીત યુવતી સાથે યુવકે ફોટો પાડ્યો હતો અને પછી ફોટો તેના પતિને મોકલવાની ધમકી આપી બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ, યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
5/5
યુવતીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની વિગતો એવી છે કે, નાનપુરા માછીવાડમાં રહેતા અને છુટક દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એઝાઝ ઇકબાલ બનારસીએ ઇન્સ્ટાગ્રામ પર 'સેમ' (SAM) નામથી આઇ.ડી બનાવી હતી. આ એકાઉન્ટથી તે પરણીત યુવતી સાથે ચેટિંગ કરતો હતો. આ ચેટિંગ પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી અને બંનેએ મળવાનું નક્કી કર્યું હતું.