5G Phone: Vivo એ લૉન્ચ કર્યો iPhone 16 થી પણ મોંઘો ફોન, ફિચર્સમાં આ છે ખાસ
Vivo Launched: Vivo X200, આ સીરીઝનું સ્ટાન્ડર્ડ મૉડલ, બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવ્યું છે
Vivo Launched: સ્માર્ટફોન મેકર વીવોએ ન્યૂ બ્રાન્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Vivo X200 અને Vivo X200 Pro ને કંપનીએ ભારતમાં લૉન્ચ કરી દીધા છે. ચીની કંપનીના આ બંને ફ્લેગશિપ સ્માર્ટફોન 16GB રેમ, IP69 જેવા શાનદાર ફિચર્સ સાથે આવે છે. આ સીરીઝની કિંમત તાજેતરમાં લૉન્ચ થયેલા iPhone 16 કરતા પણ વધુ છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોનમાં જબરદસ્ત કેમેરા છે, જેના માટે Vivoએ ફરી એકવાર Zeiss સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત આ ફોન ઇન-હાઉસ ડેડિકેટેડ V3+ ઇમેજિંગ ચિપ સાથે આવે છે. આવો જાણીએ Vivoના આ બે ફોનમાં શું ખાસ છે ?
Vivo X200, Vivo X200 Pro ની કિંમત
Vivo X200, આ સીરીઝનું સ્ટાન્ડર્ડ મૉડલ, બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવ્યું છે - 12GB RAM + 256GB અને 16GB RAM + 512GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 65,999 રૂપિયા છે. વળી, તેનું ટોપ વેરિઅન્ટ 71,999 રૂપિયામાં આવે છે. આ ફોન કૉસ્મૉસ બ્લેક અને નેચરલ ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
Vivo X200 Proને કંપનીએ સિંગલ 16GB RAM + 512GBમાં લૉન્ચ કર્યો છે. તેની કિંમત 94,999 રૂપિયા છે. તે બે રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - ટાઇટેનિયમ ગ્રે અને કૉસ્મૉસ બ્લેક. ભારતમાં આ બંને ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ બંને ફોનની ખરીદી પર 9,500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક વર્ષની વિસ્તૃત વોરંટી અને રૂ. 9,500 સુધીનું એક્સચેન્જ બૉનસ પણ ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, આ બંને ફોનની ખરીદી પર 9 મહિના માટે નૉ-કૉસ્ટ EMI પણ ઓફર કરવામાં આવી રહી છે.
Vivo X200, Vivo X200 Pro ના ફિચર્સ
Vivoના આ બંને ફ્લેગશિપ સ્માર્ટફોન એકસરખા દેખાય છે. ફોનના હાર્ડવેર ફિચર્સમાં બહુ ફરક નથી. તેના સ્ટાન્ડર્ડ મૉડલ એટલે કે Vivo X200માં 6.67 ઇંચ 1.5K AMOLED 8T LTPS ડિસ્પ્લે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ ફિચરને સપોર્ટ કરે છે. વળી, Vivo X200 Proમાં 6.78 ઇંચ 1.5K LTPO AMOLED ડિસ્પ્લે હશે. આ બંને ફોનનું ડિસ્પ્લે 4,500 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસને સપૉર્ટ કરે છે.
Vivo X200 સીરીઝના આ બંને ફોન Android 15 પર આધારિત FuntouchOS 15 પર કામ કરે છે. આ બંને ફોનમાં બ્લૂટૂથ 5.4, NFC, GPS, NavIC, USB Type C જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ IP69 અને IP69 રેટેડ છે, જેનો અર્થ છે કે ફોનને પાણી અને ધૂળથી નુકસાન થશે નહીં.
Vivoની આ સીરીઝમાં MediaTek Dimensity 9400 પ્રૉસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 16GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 સ્ટૉરેજ માટે સપૉર્ટ છે.
આ સીરીઝના બંને ફોનના પાછળના ભાગમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેના પ્રૉ મૉડલમાં 50MP Sony LYT 818 મુખ્ય કેમેરા સેન્સર છે, જે OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફિચરને સપૉર્ટ કરે છે. આ સિવાય 50MP વાઈડ એંગલ ઓટોફોકસ કેમેરા મળશે. ઉપરાંત ફોનમાં 200MP ટેલિફોટો ISOCELL HP9 કેમેરા સેન્સર છે, જે OIS અને 3.7x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરશે. આ ફોનમાં ડેડિકેટેડ V3+ ઇમેજિંગ ચિપ છે.
Vivo X200 માં 50MP Sony IMX921 કેમેરા સેન્સર હશે, જે OIS ને સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં 50MP ટેલિફોટો અને 50MP વાઇડ એંગલ કેમેરા હશે. આ બંને ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32MP કેમેરા છે.
Vivo X200 Proમાં 6,000mAhની પાવરફુલ બેટરી છે. વળી, Vivo X200માં 5,800mAhની બેટરી છે. આ બંને ફોન 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ફિચરને સપૉર્ટ કરે છે. તેના પ્રૉ મૉડલમાં 30W વાયરલેસ ચાર્જિંગ માટે સપૉર્ટ છે.
આ પણ વાંચો
WhatsApp યૂઝર્સની બલ્લે-બલ્લે, આવી ગયુ જબરદસ્ત ફિચર, ક્યારેય મિસ નહીં થાય કામના મેસેજ