Apple Watch Ultraને કંપની આ નવા ડિસ્પ્લે પેનલની સાથે કરી શકે છે લૉન્ચ, જાણો
એપલ વૉચ અસ્ટ્રાને લઇને હાલમાં જાણકારી સામે આવી નથી. macrumors અનુસાર, આ સ્માર્ટવૉચ 2.1-ઇંચની ડાયગૉનલ ડિસ્પ્લેની સાથે આવી શકે છે.
Apple Watch Ultra: દુનિયાની મોટી ટેક જાયન્ટ્સ કંપની Apple હવે વધુ એક નવું ડિવાઇસ માર્કેટમાં લઇને આવી રહ્યું છે. એપલ અત્યારે એક નવા પ્રકારની ડિસ્પ્લે પેનલ પર કામ કરી રહી છે, જે કંપની તેની નેક્સ્ટ જનરેશનની સ્માર્ટવૉચમાં આપશે. કંપની 'Apple Watch Ultra'માં OLEDને બદલે માઇક્રૉ LED આપી શકે છે. આ સ્માર્ટવૉચને 2025 સુધીમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. OLEDની સરખામણીમાં માઇક્રૉ LED અનેક રીતે વધુ સારી છે અને તે બેટરી બચત, વધુ બ્રાઇટર અને વધુ સારા કલર સપોર્ટ સાથે આવે છે, એટલે કે સ્માર્ટવૉચ પર તમારો વિઝ્યૂઅલ એક્સપીરિયન્સ વધુ સારો થઇ જાય છે.
OLEDની સરખામણીમાં આ છે મોંઘી
એપલ વૉચ અસ્ટ્રાને લઇને હાલમાં જાણકારી સામે આવી નથી. macrumors અનુસાર, આ સ્માર્ટવૉચ 2.1-ઇંચની ડાયગૉનલ ડિસ્પ્લેની સાથે આવી શકે છે. જોકે માઇક્રૉ LED છેલ્લા 2 દાયકાથી માર્કેટમાં છે, પરંતુ Apple હવે તેના પર કામ કરવાનું વિચારી રહી છે. હકીકતમાં માઇક્રૉ LED પેનલ્સ OLED પેનલ કરતાં વધુ ખર્ચાળ છે. કૉરિયન કંપની સેમસંગે માઇક્રૉ LEDની મદદથી એક ટીવી બનાવ્યું છે, જેની કિંમત લગભગ 1 લાખ 50 ડૉલરની આસપાસ છે.
માઇક્રૉએલઇડી દરેક પિક્સલ માટે નાના એલઇડીનો ઉપયોગ કરે છે અને ઉત્પાદન પ્રક્રિયામાં નાના એલઇડી વેફર પર બનાવવામાં આવે છે, અને પછી બેકપ્લેનમાં સ્થાનાંતરિત થાય છે. આ એક નવી ટેકનિક છે જેના પર આગળ કામ કરવામાં આવી રહ્યું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, એપલ માત્ર સ્માર્ટવૉચમાં જ માઈક્રો એલઈડી લાવશે નહીં પરંતુ આવનારા સમયમાં આઈપેડ, આઈફોન અને મેકમાં પણ આ જોવા મળશે.
iPhone 15 આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે લૉન્ચ -
કંપની અત્યારે Apple iPhone 15 પર કામ કરી રહી છે. અત્યાર સુધી અનેક પ્રકારના રિપોર્ટ્સ સામે આવ્યા છે. iPhone 15 માં તમે USB-Type C ચાર્જિંગ અને હેપ્ટિક બટનો મળી શકે છે, એટલે કે તેમાં કોઈ ફિઝિકલ બટનો નહીં હોય. iPhone 15માં કેમેરા બમ્પ પણ થોડો મોટો હોઈ શકે છે. iPhone 14 Pro Maxની જેમ ડાયનેમિક આઇલેન્ડ ફિચર પણ iPhone 15ના દરેક મૉડલમાં મળશે.
i think they’re using the walkie talkie feature on their apple watches 🥺💗 pic.twitter.com/TeEgmZllmS
— cee (@fanri7on) May 1, 2023