શોધખોળ કરો
શું તમે પણ Bluetooth ચાલુ રાખો છો ? 1 ભૂલથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી! સાવધાન
બ્લૂજેકિંગ અને બ્લૂબગિંગનો ખતરો: ભીડમાં ફોનનો કંટ્રોલ મેળવીને હેકર્સ ચોરી શકે છે OTP અને ડેટા.
શું તમે પણ કામ પત્યા પછી મોબાઈલનું બ્લૂટૂથ બંધ કરવાનું ભૂલી જાઓ છો? જો હા, તો સાવધાન થઈ જજો. આજકાલ સાયબર ક્રાઈમ (Cyber Crime) ની દુનિયામાં હેકર્સ બ્લૂટૂથના માધ્યમથી લોકોના બેંક એકાઉન્ટ સાફ કરી રહ્યા છે. ભીડભાડવાળી જગ્યાએ તમારું ઓપન બ્લૂટૂથ હેકર્સ માટે ખુલ્લું આમંત્રણ બની શકે છે. જાણો કેવી રીતે એક નાનકડી ભૂલ તમારી પ્રાઈવસી અને પૈસા બંને ડૂબાડી શકે છે.
1/6

આજના આધુનિક સમયમાં સ્માર્ટફોન અને વિવિધ ગેજેટ્સ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. આપણે વારંવાર વાયરલેસ ઈયરબડ્સ (Wireless Earbuds), સ્માર્ટવોચ અથવા કારની ઓડિયો સિસ્ટમ સાથે ફોન કનેક્ટ કરવા માટે બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ખરી મુસીબત ત્યારે ઉભી થાય છે જ્યારે કામ પૂરું થયા પછી આપણે તેને બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. સાયબર નિષ્ણાતોના મતે, આ એક નાનકડી લાગતી બેદરકારી તમારી ડેટા સિક્યુરિટી (Data Security) માટે ખૂબ મોટું જોખમ ઉભું કરી શકે છે.
2/6

સાયબર ગઠિયાઓ સામાન્ય રીતે રેલવે સ્ટેશન, મેટ્રો, બસ કે મોલ જેવી ભીડભાડવાળી જગ્યાઓ પર શિકારની શોધમાં સક્રિય હોય છે. તેઓ ખાસ પ્રકારના સોફ્ટવેર અને ડિવાઈસની મદદથી એવા સ્માર્ટફોન શોધે છે જેમનું બ્લૂટૂથ 'ઓન' અને 'ડિસ્કવરેબલ' હોય છે. એકવાર તમારો ફોન તેમના રડારમાં આવે, એટલે તેઓ તમને એક પેરિંગ રિક્વેસ્ટ (Pairing Request) મોકલે છે. ઘણીવાર ઉતાવળમાં કે ભૂલથી યુઝર આ રિક્વેસ્ટ સ્વીકારી લે છે અને બસ અહીંથી જ છેતરપિંડીની શરૂઆત થાય છે.
Published at : 04 Jan 2026 04:33 PM (IST)
આગળ જુઓ
Advertisement





















