Pan Adhaar Linking Extension: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો હવે કઈ તારીખ સુધીમાં લિંક કરી શકાશે ?
જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે.
નવી દિલ્હી: આવકવેરા વિભાગે(Income Tax Department) બે દસ્તાવેજોને લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ 30 જૂન નક્કી કરી હતી જોકે કોરોના મહામારીના કારણે આ વધી ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. 30 સપ્ટેમ્બર પછી પાન લિંક નહિ હોય તેમને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.
આ રીતે પાન કાર્ડને આધારથી કરો લિંક....
જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે.
વેબસાઇટ પર જઇને આ રીતે કરો લિંક....
ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે, હૉમ પેજ પર તમારે Link Aadhaarનુ ઓપ્શન દેખાશે. તમે આના પર ક્લિક કરો. આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે. પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો અને લિંક આધાર પર ક્લિક કરો. આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.
જો તમારુ પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક નથી તો ડિએક્ટિવેટ થઇ જશે, અને જો તમે પછીથી આને લિંક કરાવો છો તો તમારે 1000 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારા બેન્કના પણ કેટલાય કામો અટકી જશે. પાન-આધાર લિંક ના થવાથી તમે 50000 રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો. આ ઉપરાંત મ્યૂચ્યૂઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ ખોલવા અને નવુ બેન્ક એકાઉન્ટ ખોલવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.
આવકવેરા વિભાગે(Income Tax Department) બે દસ્તાવેજોને લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ 30 જૂન નક્કી કરી હતી જોકે કોરોના મહામારીના કારણે આ વધી ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.