Aadhaar Verification: ઘરે બેસી આધાર કાર્ડને mAadhaar Appથી આ રીતે કરો વેરિફાય, જાણો સમગ્ર પ્રક્રિયા?
ઑફલાઇન ચકાસણી માટે તમારે QR કોડની જરૂર પડશે
Aadhaar Verification Through mAadhaar App: આધાર જાહેર કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તેના આધાર ધારકોને સમયાંતરે વિવિધ ટીપ્સ શેર કરતી રહે છે. આજકાલ આઈડી પ્રૂફ તરીકે દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, તેના વધતા ઉપયોગની સાથે તેનાથી સંબંધિત છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. આ કારણોસર આધાર કાર્ડ સ્વીકારતા પહેલા તમારે તેની ચકાસણી કરવી આવશ્યક છે. તમે આ વેરિફિકેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો.
#DosandDontsForOVSE
— Aadhaar (@UIDAI) February 10, 2023
Verify Aadhaar prior to accepting it as proof of identity.
This applies to all modes of offline usage of Aadhaar, ie. secure QR Code on Aadhaar Letter (or copy thereof) / e-Aadhaar/ m-Aadhaar or in the Aadhaar Paperless Offline e-KYC (XML), as the case may be. pic.twitter.com/DWoPe7rTjU
ઑફલાઇન ચકાસણી માટે તમારે QR કોડની જરૂર પડશે. આ કોડ ઈ-આધારથી લઈને પીવીસી અને આધાર પત્ર સુધી દરેક જગ્યાએ હોય છે. તમે આ QR કોડને સ્કેન કરીને સરળતાથી આધારનું વેરિફિકેશન કરી શકો છો. આવી સ્થિતિમાં, અમે તમને ઘરે બેઠા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આધારને કેવી રીતે વેરિફાય કરવું તે વિશે માહિતી આપી રહ્યા છીએ.
આધાર ઓનલાઈન વેરિફાય કરવાની પ્રક્રિયા-
ઓનલાઈન વેરિફિકેશન માટે પહેલા UIDAI myaadhaar.uidai.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
અહીં તમને આધાર નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે.
અહીં 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
આ પછી 'Proceed and Verify Aadhaar' પર ક્લિક કરો.
થોડીવારમાં તમારી સામે આધાર નંબર સાથે જોડાયેલી માહિતી આવવા લાગશે. ખોટા આધાર નંબર પર Error દેખાશે.
mAadhaar એપ વડે ઑફલાઇન વેરિફિકેશન કરો-
આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં mAadhaar એપ ડાઉનલોડ કરો.
તમે એપ ખોલતાની સાથે જ તમને QR કોડ સ્કેનર દેખાશે, જેના દ્વારા તમે ઓફલાઇન આધારને પણ સ્કેન કરી શકો છો.
હવે તમારા આધારનો QR કોડ સ્કેન કરો.
આ પછી તમે તે આધાર સંબંધિત માહિતી જોઇ શકશો.
Google Chromeમાં જલદી આવશે બ્રાઉઝિંગ હિસ્ટ્રીનું આ ખાસ ફિચર, તમને મળશે આ સુવિધા
Google Chrome: ગૂગલ હંમેશા પોતાના વેબ બ્રાઉઝર ગૂગલ ક્રૉમમાં (Google Chrome Browser) નવા ફિચર જોડતુ રહે છે. આ ફિચર્સ જ ગૂગલના બ્રાઉઝરને બાકી બ્રાઉઝરથી અલગ બનાવે છે. આ ફિચર્સની સીરીઝને વધારતા ગૂગલ પોતાના બ્રાઉઝરમાં એક નવુ ખાસ ફિચર એડ કરવા માટે તૈયાર છે. નવા ફિચરનુ નામ Quick Delete છે. ક્વિક ડિલીટ ફિચર અંતર્ગત તમે છેલ્લી 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને આસાનીથી ડિલીટ કરી શકશો. હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે આ ફિચરને યૂઝર્સ માટે ઓફિશિયલી ક્યારે રૉલઆઉટ કરવામાં આવશે. જાણો ડિટેલ્સ....
15 મિનીટની હિસ્ટ્રી સેકેન્ડ્સમાં થશે ડિલીટ -
હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસલ યૂઝર્સને ગૂગલ ક્રૉમમાં 4 અઠવાડિયા, 7 દિવસ, 24 કલાક અને છેલ્લા એક કલાકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. ક્રૉમસ્ટૉરીના એક રિપોર્ટ અનુસાર, Google Chrome માં ક્વિક ડિલીટ નામનુ એક ફિચર એડ થવાનુ છે. ફિચર દ્વારા છેલ્લા 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને થોડીક જ સેકન્ડોમાં ડિલીટ કરી શકશો. ખાસ વાત છે કે, ફિચરનો સપોર્ટ એન્ડ્રોઇડ અને iOS બન્નેમાં આપવામાં આવશે. જેમ કે ગૂગલે આ ફિચરને રૉલઆઉટને લઇને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ, જોકે, આ ફિચરના આવ્યા બાદ તમને છેલ્લી 15 મિનીટમાં ઉપયોગમાં લેવામાં આવેલી એક-એક વેબસાઇટને સિલેક્ટ કરીને ડિલીટ કરવાની જરૂર નહીં પડે