શોધખોળ કરો

દુનિયામાં પહેલીવાર અહીં લાગ્યો AI પર પ્રતિબંધ, બાળકો નહીં કરી શકે ઉપયોગ

AI Ban In Norway: નોર્વેએ 13 વર્ષથી નાના બાળકો માટે ક્લાસરૂમમાં AI ટુલ્સના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રકારનો પ્રતિબંધ લગાવનારો નોર્વે પ્રથમ દેશ બની ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નોર્વેએ 1-7 ધોરણના બાળકો માટે AI ટૂલ્સ પ્રતિબંધિત કર્યા.
  • પાયાની શીખવાની કુશળતા બચાવવા આ નિર્ણય લેવાયો છે.
  • 13 વર્ષથી વધુ વયના AI વાપરશે, પરંતુ દેખરેખ હેઠળ.
  • કેનેડા સહિત અન્ય દેશો પણ આવા નિયમો વિચારે છે.

AI Ban In Norway: સોશિયલ મીડિયા પછી હવે AI ચેટબોટ્સ પર પણ બાળકો માટે પ્રતિબંધ લાગવાનું શરૂ થઈ ગયું છે. નોર્વેએ આની શરૂઆત કરતા ધોરણ 1 થી 7 સુધીના બાળકો માટે ક્લાસરૂમમાં જનરેટિવ AI ટુલ્સ પર બેન લગાવી દીધો છે. સામાન્ય રીતે આવા બાળકોની ઉંમર 13 વર્ષ સુધીની હોય છે. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ એકથી સાત સુધીના બાળકોને જનરેટિવ AI ટુલ્સનું એક્સેસ આપવામાં આવશે નહીં. આ જ વર્ષે સપ્ટેમ્બરથી આ આદેશ લાગુ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો 15-16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

AI પર કેમ લગાવવામાં આવ્યો બેન?

નોર્વે સરકારનું કહેવું છે કે બાળકોની ફાઉન્ડેશનલ લર્નિંગ સ્કિલ્સને બચાવવા માટે આ બેન લગાવવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે AI કેટલાક કિસ્સાઓમાં બાળકોને ભણવામાં મદદ કરી શકે છે, પરંતુ નાના બાળકોએ પહેલા AI ની મદદ વગર રીડિંગ, રાઈટિંગ અને મેથ્સ (ગણિત) વગેરે શીખવું જોઈએ. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સ્કૂલમાં જનરેટિવ AI ના આડેધડ ઉપયોગથી બાળકોના શીખવાના જરૂરી સ્ટેજ સ્કીપ થવાનો ખતરો રહે છે અને બાળકો પાસે AI નો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે જરૂરી ક્રિટિકલ થિંકિંગ હોતી નથી.

આ પણ વાંચો...આ દુકાનમાં નથી એક પણ માણસ! એકલો હ્યુમનોઇડ રોબોટ સંભાળી રહ્યો છે આખો સ્ટોર

13 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે શું નિયમ છે?

AI ટુલ્સ પરનો આ પ્રતિબંધ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લાગુ થશે, પરંતુ તેનાથી વધુ ઉંમરના બાળકોને પણ ફ્રી એક્સેસ મળશે નહીં. 13 વર્ષથી વધુ ઉંમરના સ્ટુડન્ટ્સ AI ટુલ્સ યુઝ કરી શકશે, પરંતુ તેમના ઉપયોગ પર નજર રાખવામાં આવશે. સાથે જ સ્કૂલોના ટીચર્સને પણ AI અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીંની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પહેલાથી જ પ્રતિબંધ લાગેલો છે. હવે AI ને બેન કર્યા પછી, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ તાળા મારવાની તૈયારી ચાલી રહી છે.

કેનેડા પણ AI ચેટબોટ્સને બેન કરવાની તૈયારીમાં

કેનેડા પણ નોર્વેની જેમ બાળકો માટે સોશિયલ મીડિયા અને AI ચેટબોટ્સ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આના માટે નવો કાયદો લાવવામાં આવશે. સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને AI ચેટબોટ્સને યુઝર્સને સતત વ્યસ્ત (Engage) રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને આનાથી બાળકોની મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) પર ખરાબ અસર પડે છે.

Frequently Asked Questions

નોર્વે કયા ધોરણના બાળકો માટે AI ટૂલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે?

નોર્વેએ ધોરણ 1 થી 7 સુધીના બાળકો માટે ક્લાસરૂમમાં જનરેટિવ AI ટૂલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ ચાલુ વર્ષના સપ્ટેમ્બરથી લાગુ પડશે.

નોર્વે સરકારે AI ટૂલ્સ પર પ્રતિબંધ શા માટે લગાવ્યો છે?

નોર્વે સરકારે બાળકોની ફાઉન્ડેશનલ લર્નિંગ સ્કિલ્સને બચાવવા માટે AI ટૂલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનું માનવું છે કે નાના બાળકોએ AI વગર વાંચન, લેખન અને ગણિત શીખવું જોઈએ.

13 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે AI ટૂલ્સના ઉપયોગ અંગે શું નિયમો છે?

13 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ AI ટૂલ્સનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેમના ઉપયોગ પર નજર રાખવામાં આવશે. શાળાઓના શિક્ષકોને પણ AI અંગે તાલીમ આપવામાં આવશે.

નોર્વે સિવાય અન્ય કયો દેશ AI ચેટબોટ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે?

કેનેડા પણ બાળકો માટે AI ચેટબોટ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ પ્લેટફોર્મ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget