શોધખોળ કરો

આ દુકાનમાં નથી એક પણ માણસ! એકલો હ્યુમનોઇડ રોબોટ સંભાળી રહ્યો છે આખો સ્ટોર

Humanoid Robot: હોંગકોંગના હંગ હોમ વોટરફ્રન્ટ વિસ્તારમાં એક નવો 24x7 કન્વીનિયન્સ સ્ટોર શરૂ કરવામાં આવી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હોંગકોંગમાં રોબોટ સંચાલિત 24x7 સુવિધા સ્ટોર શરૂ થશે.
  • શિયાઓ ગાઈ હ્યુમનોઇડ રોબોટ સંપૂર્ણ સ્ટોરનું સંચાલન કરશે.
  • ગ્રાહક સેવા, સામાન ગોઠવણ, બિલિંગ જેવા કામ સંભાળશે.
  • અગાઉ રોબોટિક સિસ્ટમ્સની નિષ્ફળતાના દાખલા પણ છે.

Humanoid Robot: ટેક્નોલોજીની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને હવે એ દિવસો દૂર નથી જ્યારે દુકાનોમાં માણસોની જગ્યાએ રોબોટ કામ કરતા જોવા મળશે. હોંગકોંગમાં આવો જ એક અનોખો પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એક કન્વીનિયન્સ સ્ટોર સંપૂર્ણપણે એક હ્યુમનોઇડ રોબોટ દ્વારા ચલાવવામાં આવશે. આ સ્ટોરમાં ગ્રાહકોની મદદ કરવાથી લઈને સામાનને યોગ્ય રીતે ગોઠવવા સુધીનું તમામ કામ રોબોટ જ સંભાળશે.

કોણ છે શિયાઓ ગાઈ (Xiao Gai)?

શિયાઓ ગાઈને ચીનની બેઇજિંગ સ્થિત AI અને રોબોટિક્સ કંપની Galbot દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રોબોટ અંદાજે 5 ફીટ 6 ઈંચ લાંબો છે અને તેના હાથ ઘણા લાંબા છે, જેથી તે સ્ટોરની અંદર અનેક પ્રકારના કાર્યો સરળતાથી કરી શકે છે. માણસ જેવી શારીરિક રચના અને એડવાન્સ્ડ AI પાવર્સના કારણે તે ગ્રાહકો સાથે વાતચીત કરવા અને અલગ-અલગ કામો સંભાળવા માટે સક્ષમ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો...શું ઘરમાં રાખેલા ડિવાઈઝ કરી રહ્યા છે તમારી જાસૂસી? Smart TV અને Camera કેવી રીતે છે જોખમી?

24 કલાક ખુલ્લો રહેશે રોબોટ વાળો આ સ્ટોર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોંગકોંગના હંગ હોમ વોટરફ્રન્ટ વિસ્તારમાં એક નવો 24x7 કન્વીનિયન્સ સ્ટોર શરૂ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ માનવ કર્મચારીની તૈનાત કરવામાં આવશે નહીં. આખા સ્ટોરનું સંચાલન 'શિયાઓ ગાઈ' (Xiao Gai) નામનો હ્યુમનોઇડ રોબોટ કરશે. આ સ્ટોરને એક પોર્ટેબલ કેપ્સ્યુલ રિટેલ આઉટલેટ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને શહેરનો પોતાની શૈલીનો આ પ્રકારનો પ્રથમ સ્ટોર માનવામાં આવે છે.

સ્ટોરમાં રોબોટ શું-શું કામ કરશે?

શિયાઓ ગાઈ માત્ર ગ્રાહકોનું સ્વાગત જ નહીં કરે, પરંતુ સ્ટોરના રોજિંદા ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ સંભાળશે. આ રોબોટના ઘણા બધા કાર્યો છે:

  • શેલ્ફ પર સામાન મૂકવો અને તેને વ્યવસ્થિત ગોઠવવો.
  • ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવી.
  • બિલિંગ અને ચેકઆઉટ પ્રોસેસમાં મદદ કરવી.
  • ગ્રાહકોના પ્રશ્નોના જવાબો આપવા.
  • વિવિધ ભાષાઓમાં વાતચીત કરવી.

એટલે કે એક રીતે આ રોબોટ સ્ટોર મેનેજર, સેલ્સ આસિસ્ટન્ટ અને કેશિયરની ભૂમિકા એકસાથે નિભાવશે.

ગ્રાહકોને શું મળશે?

આ સ્ટોરમાં ગ્રાહકો માટે રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. અહીં સોફ્ટ ડ્રિંક્સ, સ્નેક્સ અને કેટલીક ઓવર-ધ-કાઉન્ટર (વિના પ્રિસ્ક્રિપ્શન મળતી) દવાઓ પણ ખરીદી શકાશે. કંપનીનો દાવો છે કે રોબોટ દ્વારા ચલાવવામાં આવી રહેલો આ અનોખો એક્સપિરિયન્સ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરી શકે છે. એવો અંદાજ છે કે આનાથી આ વિસ્તારમાં આવતા મુલાકાતીઓ ની સંખ્યામાં અંદાજે 40 ટકા જેટલો વધારો થઈ શકે છે.

શું રોબોટ્સ સંપૂર્ણપણે ભરોસાપાત્ર સાબિત થશે?

જો કે આ નવી પહેલને લઈને ભારે ઉત્સાહ છે, પરંતુ ભૂતકાળના કેટલાક ઉદાહરણો એ પણ દર્શાવે છે કે વાસ્તવિક પરિસ્થિતિઓમાં AI અને રોબોટ્સ હંમેશા તમારા પ્લાનિંગ મુજબ પરફોર્મન્સ નથી આપી શકતા. આ જ વર્ષે કોફી ચેઈન Starbucks એ ઉત્તર અમેરિકામાં શરૂ કરેલી એક AI-આધારિત ઇન્વેન્ટરી સિસ્ટમને ગણતરીના મહિનાઓમાં જ બંધ કરી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમ ઘણી પ્રોડક્ટ્સની સાચી ઓળખ કરવામાં નિષ્ફળ રહી હતી અને ખોટી લેબલિંગ જેવી સમસ્યાઓ સામે આવી હતી. આ જ કારણે કંપનીને જૂની પદ્ધતિથી સંચાલન કરવા પર પરત ફરવું પડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
Embed widget