શોધખોળ કરો

શું છે Jio Call Agent, તમારા ફોન કોલ કરવાની રીતને કેવી રીતે બદલી શકે છે આ AI ફીચર?

Jio Call Agent: જિઓ (Jio) નો આ AI આધારિત કોલ એજન્ટ લોકો માટે ફોન કોલને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ ફીચરનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રિલાયન્સ જિયોએ AI આધારિત 'જિયો કોલ એજન્ટ' રજૂ કર્યું છે.
  • યુઝર પરવાનગીથી વાતચીત ટેક્સ્ટમાં બદલી, સારાંશ બનાવશે.
  • ફૂડ-કેબ બુક કરી, એપોઇન્ટમેન્ટ ગોઠવી, સમય બચાવશે.
  • યુઝર પરવાનગી વિના કોલ ટ્રાન્સક્રાઇબ કે સારાંશ નહીં બનાવે.

Jio Call Agent: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક રિલાયન્સ જિઓ (Reliance Jio) હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં પણ ઝડપથી પગલાં ભરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ ઘણા નવા AI આધારિત ફીચર્સની જાહેરાત કરી છે, જેમાં 'Jio Call Agent' સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફીચર કોલ દરમિયાન વાતચીતને સમજવા, તેની સમરી  તૈયાર કરવા અને ઘણા કાર્યોને ઓટોમેટ કરવા માટે સક્ષમ છે.

 

શું કરશે જિઓનો આ AI એજન્ટ?

માહિતી અનુસાર, Jio નો આ AI બેઝ્ડ કોલ એજન્ટ લોકો માટે ફોન કોલને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનાવી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવો પણ સરળ છે. બસ તમારે કોલ દરમિયાન 'Hey Jio' બોલવાનું રહેશે અને ત્યારબાદ આ ફીચર એક્ટિવ થઈ જશે. યુઝરની પરવાનગી મળ્યા બાદ, આ ફીચર રિયલ-ટાઇમમાં તમારી વાતોને ટેક્સ્ટમાં બદલી દેશે. આ ફીચરની સૌથી સારી વાત એ છે કે તે ઘણી બધી ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. હવે જો કોન્ફરન્સ કોલ ચાલી રહ્યો હોય, તો તે અલગ-અલગ લોકોની ઓળખ પણ કરી શકશે અને જણાવશે કે કોણ શું બોલી રહ્યું છે.

આ પણ વાંચો... જો 1 વર્ષ સુધી ફોન Restart ન કરો તો શું થાય? સત્ય જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

આ સિવાય, તે કોલ દરમિયાન થયેલી વાતચીતની Summary પણ યુઝર માટે તૈયાર કરશે. તેની સાથે જ તે તમામ મહત્વના કાર્યોની લિસ્ટ પણ તૈયાર કરશે. એટલું જ નહીં, કોલ પર વાત કરતી વખતે તે ઘણા બધા જરૂરી કામ પણ કરી શકે છે જેમ કે ફૂડ ઓર્ડર કરવું, કેબ બુક કરવી, એપોઇન્ટમેન્ટ શિડ્યુલ કરવી અને જરૂરી રિમાઇન્ડર સેટ કરવા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોન્ચિંગ સમયે આ સુવિધા તમામ Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.

યુઝર્સ માટે આ ફીચર કેટલું ફાયદાકારક રહેશે?

Jio Call Agent ફોન કોલિંગના એક્સપિરિયન્સને સંપૂર્ણપણે બદલી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ દરરોજ ગ્રાહકો, ટીમો અથવા બિઝનેસ પાર્ટનર્સ સાથે લાંબી વાતચીત કરે છે.

મીટિંગ નોટ્સ બનાવવા, મહત્વપૂર્ણ માહિતી યાદ રાખવા અને કોલ દરમિયાન અન્ય કામો પતાવવા જેવી સુવિધાઓ યુઝર્સનો ઘણો સમય બચાવી શકે છે. મલ્ટિટાસ્કિંગ કરનારા લોકો માટે આ ફીચર ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે.

શું આનાથી તમારી પ્રાઇવેસીને કોઈ ખતરો થશે?

આ ફીચરની જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે Jio Call Agent યુઝર્સની પ્રાઇવેસી પર અસર કરી શકે છે. જો કે, હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ દાવો સંપૂર્ણપણે સાચો માની શકાય નહીં.

Jio એ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર યુઝરની પરવાનગી વગર ન તો કોલને ટ્રાન્સક્રાઇબ કરશે અને ન તો તેની સમરી તૈયાર કરશે. આને એક્ટિવ કરવા માટે યુઝરે પોતે 'Hey Jio' કમાન્ડ આપવો પડશે. એટલે કે કોલમાં સામેલ અન્ય વ્યક્તિને પણ આ ફીચરના ઉપયોગની જાણ થઈ જશે. કંપનીનું કહેવું છે કે યુઝરની સહમતિ અને ડેટા સિક્યુરિટીને પ્રાથમિકતા આપવામાં આવશે.

Frequently Asked Questions

જિઓ કૉલ એજન્ટ શું છે?

આ રિલાયન્સ જિઓનું એક AI આધારિત ફીચર છે જે કૉલ દરમિયાન વાતચીતને સમજવા, તેની સમરી તૈયાર કરવા અને ઘણા કાર્યોને ઓટોમેટ કરવા સક્ષમ છે. તે ફોન કૉલિંગને વધુ સ્માર્ટ બનાવશે.

જિઓ કૉલ એજન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમારે કૉલ દરમિયાન ફક્ત 'Hey Jio' બોલવાનું રહેશે. યુઝરની પરવાનગી મળ્યા બાદ, આ ફીચર એક્ટિવ થઈ જશે અને રિયલ-ટાઇમમાં તમારી વાતોને ટેક્સ્ટમાં બદલી દેશે.

જિઓ કૉલ એજન્ટ કયા કાર્યો કરી શકે છે?

તે કૉલની સમરી તૈયાર કરશે, મહત્વના કાર્યોની લિસ્ટ બનાવશે અને ફૂડ ઓર્ડર કરવા, કેબ બુક કરવી કે એપોઇન્ટમેન્ટ શિડ્યુલ કરવા જેવા કામો પણ કરી શકે છે. તે મલ્ટિટાસ્કિંગ કરનારા લોકો માટે ખૂબ ફાયદાકારક છે.

શું જિઓ કૉલ એજન્ટથી પ્રાઇવેસીનો કોઈ ખતરો છે?

જિઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર યુઝરની પરવાનગી વગર એક્ટિવ થશે નહીં. 'Hey Jio' કમાન્ડ આપ્યા પછી જ તે કાર્ય કરશે અને કંપની ડેટા સિક્યુરિટીને પ્રાથમિકતા આપે છે.

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Embed widget