20 હજાર રુપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ 5G Smartphone, જાણો ફિચર્સ
ભારતમાં મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ હાલના સમયે સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની કોશિશ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણા 5G સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે. આજે તમને કેટલાક એવા 5G સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે.
Cheapest 5G Smartphone: ભારતમાં મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ હાલના સમયે સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની કોશિશ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણા 5G સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે. આજે તમને કેટલાક એવા 5G સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે અને શાનદાર ફિચર્સ સાથે આવે છે.
Realme 8 5G
રિયલમીનો આ સ્માર્ટફોન તમે માત્ર 14 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. હાલ આ સૌથી સસ્તા 5જી સ્માર્ટફોનમાં પ્રથમ નંબર પર છે. આ ફોનમાં ઘણા શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 6.5 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, 4 GB રેમ, 64 GB સ્ટોરેજ છે. કેમેરાની વાત કરવામાં આવે તો રિયરમાં 48MP + 2MP + 2MP નું સેટઅપ અને ફ્રંટમાં 16MP નો કેમેરો છે. આ સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી મળી રહી છે.
OPPO A74 5G
ઓપોના A74 5G સ્માર્ટફોનની કિંમત આશરે 18 હજાર રૂપિયા છે. આ ફોન લોન્ચ થયા બાદ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઓપોના આ ફોનમાં 6.49 ઈંચની ડિસ્પ્લે, 6 GB રેમ, 128 GB સ્ટોરેજ મળી રહ્યું છે. આ ફોનમાં 48MP + 48MP + 2MP નો રિયર કેમેરા સેટઅપ અને 8MP નો સેલ્ફી કેમેરા મળે છે. સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી મળી રહી છે.
Moto G 5G
મોટોરોલાનો આ 5G સ્માર્ટફોન સૌથી સસ્તા સ્માર્ટફોનમાં સામેલ છે. તેની કિંમત 20 હજાર રૂપિયા છે. ફિચર્સની વાત કરવામાં આવે તો Moto G 5G સ્માર્ટફોનમાં 6 GB રેમ, 128 GB સ્ટોરેજ છે. આ સ્ટોરેજને 1 TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 6.67 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, 48MP + 8MP + 2MP નો રિયર કેમેરા સેટઅપ અને 16MP નો ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં 5000 mAh ની Li-Polymer બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo iQoo Z3
વીવોના iQoo Z3 સ્માર્ટફોનની કિંમત આશરે 20 હજાર રુપિયા છે. આ ફોનમાં Qualcomm Snapdragon 768G પ્રોસેસર, 6 GB રેમ, 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં 6.58 ડિસ્પ્લે, 64+8+2 MP રિયર કેમેરો અને 16 MP ફ્રંટ કેમેરો છે. આ ફોનમાં 4400 mAh ની બેટરી છે.