શોધખોળ કરો

આ કંપની સસ્તા પ્લાનમાં આપી રહી છે 75GB ડેટા, Jio નું ટેન્શન વધશે

BSNL 225 Recharge Plan: જો તમે બમ્પર ડેટા વાળો સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો BSNL એ તમારી શોધ પૂરી કરી દીધી છે. કંપની 225 રૂપિયાના પ્લાનમાં 75GB ડેટા આપી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BSNL એ ₹225 માં અમર્યાદિત કોલિંગ, 2.5GB ડેટા આપ્યો.
  • Jio ₹399 માં 2.5GB ડેટા, ઘણા વધારાના લાભ આપે.
  • એરટેલ ₹429 માં 2.5GB ડેટા, અનલિમિટેડ 5G આપે છે.
  • BSNL નો પ્લાન સસ્તો, જિઓ વધુ લાભ આપે છે.

BSNL 225 Recharge Plan: દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની BSNL એ તેના યુઝર્સ માટે વધુ એક ધમાકો કર્યો છે. સસ્તા રિચાર્જ પ્લાનને કારણે લોકપ્રિય આ કંપની એક નવો પ્રીપેડ પ્લાન લઈને આવી છે, જે ઓછી કિંમતમાં બમ્પર બેનિફિટ્સ ઓફર કરી રહ્યો છે. જિઓ (Jio) અને એરટેલ (Airtel) ની સરખામણીમાં આ પ્લાન ઘણો સસ્તો છે અને તેમાં પ્રાઇવેટ કંપનીઓના પ્લાન કરતાં વધુ ફાયદા મળી રહ્યા છે. ચાલો જાણીએ કે BSNL 225 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં શું-શું આપી રહી છે.

BSNL 225 Recharge Plan ના ફાયદા 

BSNL ના 225 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 30 દિવસની છે અને તેમાં યુઝરને દેશમાં કોઈ પણ નંબર પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો, તેમાં રોજનો 2.5GB ડેટા મળશે, એટલે કે કુલ 75GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય કંપની આમાં રોજ 100 SMS ની સુવિધા પણ આપી રહી છે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જેમને રોજ કોલિંગ અને વધુ ડેટાની જરૂર હોય છે. જો જિઓ અને એરટેલ સાથે આની સરખામણી કરીએ તો આટલા બધા ફાયદાઓ સાથે તેની કિંમત ઘણી ઓછી છે.

આ પણ વાંચો...આ પણ વાંચો...શું છે Jio Call Agent, તમારા ફોન કોલ કરવાની રીતને કેવી રીતે બદલી શકે છે આ AI ફીચર?

જિઓમાં 2.5GB વાળો પ્લાન કેટલાનો છે?

જિઓ 399 રૂપિયામાં રોજનો 2.5GB ડેટા વાળો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની વેલિડિટી ચાર અઠવાડિયા એટલે કે 28 દિવસની છે. કિંમતની બાબતમાં આ BSNL કરતાં ઘણો મોંઘો છે, પરંતુ તેમાં મળતા બેનિફિટ્સ તેની કિંમતને ઘણી હદ સુધી યોગ્ય ઠેરવે છે. જિઓ પોતાના 399 રૂપિયાના પ્લાનમાં રોજનો 2.5GB લેખે કુલ 70GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજ 100 SMS અને અનલિમિટેડ 5G ડેટા આપી રહ્યું છે. આ પ્લાનમાં ઘણા એડિશનલ બેનિફિટ્સ પણ છે, જેમાં જિઓ એઆઈ ક્લાઉડ (JioAI Cloud) પર 50GB ફ્રી સ્ટોરેજ, 18 મહિના માટે ગૂગલ જેમિની (Google Gemini) નું પ્રો સબ્સ્ક્રિપ્શન, જિઓહૉટસ્ટાર અને ફેનકોડનું ફ્રી સબ્સ્ક્રિપ્શન સામેલ છે.

એરટેલનો મંથલી પ્લાન કેટલાનો છે?

એરટેલના ડેઈલી 2.5GB ડેટા વાળા મંથલી પ્લાનની કિંમત 429 રૂપિયા છે. 429 રૂપિયાવાળા પેકમાં એરટેલ એક મહિનાની વેલિડિટી, અનલિમિટેડ ફ્રી કોલિંગ, 5 રૂપિયાનો ટોકટાઇમ, રોજ 100 SMS અને અનલિમિટેડ 5G ડેટા આપી રહ્યું છે. આ સિવાય એરટેલના આ પ્લાનમાં Adobe Express નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, ફ્રી હેલોટ્યુન્સ અને OTT વાળું એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે (Airtel Xstream Play) નું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. ત્રણેય કંપનીઓની સરખામણી કરવા પર સૌથી ઓછી કિંમત BSNL ના પ્લાનની છે, પરંતુ બેનિફિટ્સ જિઓના પ્લાનમાં વધારે છે.

Frequently Asked Questions

BSNL નો નવો રિચાર્જ પ્લાન કેટલા રૂપિયાનો છે?

BSNL એ તેના યુઝર્સ માટે ₹225 નો નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન સસ્તામાં બમ્પર બેનિફિટ્સ ઓફર કરે છે.

BSNL ના ₹225 વાળા પ્લાનમાં કયા કયા ફાયદા મળે છે?

આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી, દેશમાં કોઈ પણ નંબર પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5GB ડેટા (કુલ 75GB) અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે.

BSNL નો ₹225 નો પ્લાન Jio અને Airtel ના પ્લાન કરતાં કેટલો અલગ છે?

BSNL નો ₹225 નો પ્લાન Jio ના ₹399 અને Airtel ના ₹429 ના સમાન પ્લાન કરતાં ઘણો સસ્તો છે. જોકે, Jio અને Airtel ના પ્લાનમાં વધારાના ડિજિટલ બેનિફિટ્સ પણ સામેલ છે.

BSNL નો ₹225 નો પ્લાન કોના માટે ઉપયોગી છે?

આ પ્લાન એવા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જેમને દરરોજ કોલિંગ અને વધુ ડેટાની જરૂર હોય છે, અને ઓછી કિંમતમાં વધુ ફાયદા જોઈતા હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget