શોધખોળ કરો

Jio અને Airtel નું ટેન્શન વધશે! આ બે કંપનીઓએ હાથ મિલાવવાની કરી લીધી તૈયારી

BSNL Vi Talks: BSNL અને Vodafone Idea (Vi) એ સાથે જોડાવાની તૈયારી કરી છે. હાલમાં બંને કંપનીઓ વચ્ચે ટાવર અને સ્પેક્ટ્રમ શેરિંગ સહિત અન્ય બાબતો પર ચર્ચા ચાલી રહી છે.

BSNL Vi Talks: સરકારી ટેલિકોમ કંપની BSNL અને પ્રાઇવેટ કંપની વોડાફોન આઈડિયા (Vi) એ હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે. જો આ બંને કંપનીઓ સાથે આવશે તો તેનાથી યુઝર્સને ફાયદો થશે અને બીજી તરફ જિયો (Jio) તથા એરટેલ (Airtel) માટે નવી પડકારો ઊભા થશે. રિપોર્ટ્સ અનુસાર, BSNL અને Vi વચ્ચે સ્પેક્ટ્રમ, ટાવર અને ફાઈબર શેરિંગ વગેરેને લઈને વાતચીત ચાલી રહી છે. જો આ વાતચીત સફળ રહેશે તો બંને કંપનીઓના યુઝર્સ માટે તે ફાયદાકારક સાબિત થશે.

બંને કંપનીઓ કેમ સાથે આવવા માંગે છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને કંપનીઓએ પોતાના ખર્ચ ઘટાડવા, યુઝર્સને બહેતર સુવિધા આપવા અને 5G કનેક્ટિવિટીને ઝડપથી રોલઆઉટ કરવા માટે વાતચીત શરૂ કરી છે. બંને કંપનીઓ ટાવરથી લઈને સ્પેક્ટ્રમ સુધીની દરેક વસ્તુ શેર કરવા પર ચર્ચા કરી રહી છે. સરકાર તરફથી પણ આ વાતચીતની પુષ્ટિ કરવામાં આવી છે. સંચાર અને માહિતી ટેકનોલોજી સાથે જોડાયેલી સંસદીય સમિતિએ ટેલિકોમ વિભાગને બંને કંપનીઓની વાતચીતમાં મદદ કરવા જણાવ્યું છે.

આનાથી શું ફાયદો થશે?

રિપોર્ટ્સ અનુસાર, સંસદીય સમિતિનું માનવું છે કે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી થવાથી યુઝર્સને બહેતર સર્વિસ મળી શકશે અને કંપનીઓ પણ પોતાની 5G સર્વિસને ઝડપથી લોન્ચ કરી શકશે. જોકે, સરકારે આ વાતચીતમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે આ સંબંધમાં અંતિમ નિર્ણય બંને કંપનીઓએ પોતે જ લેવો પડશે.

BSNL અને Vi બંને સામે પડકારોનો પહાડ

Vi અને BSNL બંને કંપનીઓ હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. બંને કંપનીઓના યુઝર્સની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. નેટવર્ક કવરેજની સમસ્યા અને દેશભરમાં 5G કનેક્ટિવિટી ન આપી શકવાને કારણે બંને કંપનીઓના યુઝર્સ જિયો અને એરટેલ તરફ વળી રહ્યા છે. બીજી તરફ, જો Vi અને BSNL સાથે આવી જાય છે, તો તેનાથી એરટેલ અને જિયો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નોંધનિય છે કે, હાલમાં ભારતીય માર્કેટમાં જીયો ટોપ પર છે ત્યાર બાદ એરટેલ આવે છે. આ બન્ને કંપનીનું પ્રભુત્વ માર્કટ પર વધારે છે. જો વોડાફોન આઈડીયા અને બીએસએનએલ સાથે આવે છે તો જીયો અને એરટેલને પડકાર આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget