YOUTUBE: યુટ્યૂબ પર દુનિયામાં સૌથી વધુ સર્ચ કરાય છે પાંચ વસ્તુઓ, ફિલ્મો નહીં મ્યૂઝિક છે ટૉપ પર, જુઓ...
YOUTUBE NEWS: યુટ્યૂબ એ દુનિયાનું સૌથી મોટુ વીડિયો સર્ચ એન્જિન બની ગયુ છે. આપણે દરરોજ YouTube પર કંઈક ને કંઈક સર્ચ કરીએ છીએ
YOUTUBE NEWS: યુટ્યૂબ એ દુનિયાનું સૌથી મોટુ વીડિયો સર્ચ એન્જિન બની ગયુ છે. આપણે દરરોજ YouTube પર કંઈક ને કંઈક સર્ચ કરીએ છીએ, તો શું તમે જાણો છો કે આ એપ્લિકેશન પર સૌથી વધુ શું સર્ચ કરવામાં આવે છે ? અહીં અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ કે યૂઝર્સ શું સર્ચ કરી રહ્યાં છે.
યુટ્યૂબ પર સર્ચ કરવાની વસ્તુઓમાં સૌથી પહેલુ નામ મ્યૂઝિક વીડિયોનું આવે છે, લોકો આ એપ એટલે કે યુટ્યૂબ પર સૌથી વધુ નવા અને જુના ગીતો સર્ચ કરે છે.
ગેમિંગ વીડિયો આ યાદીમાં બીજા ક્રમે આવે છે. આમાં, લોકો ગેમપ્લે, ટ્યૂટૉરિયલ્સ અને ઇ-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જોવાનું પસંદ કરે છે.
આ યાદીમાં DIY ત્રીજા સ્થાને છે. જેમાં લોકો રિપેરિંગથી લઈને હસ્તકલા અને કલાના વીડિયો જોવાનું પસંદ કરે છે.
કૉમેડી વીડિયોનું નામ યાદીમાં ચોથા નંબર પર આવે છે. લોકો સ્ટેન્ડઅપ કૉમેડી અને કૉમેડી સ્કેચ જોવાનું પસંદ કરે છે.
આ લિસ્ટમાં પાંચમા નંબરે Vlog વીડિયો આવે છે, જેમાં લોકો રોજિંદા જીવન અને લોકોના જીવન સાથે જોડાયેલા ઘણા વીડિયો જુએ છે.
આ સિવાય લોકો મૂવીઝ અને વેબસીરીઝ, ઈતિહાસ સાથે જોડાયેલા વીડિયો, બાળકો સાથે સંબંધિત કન્ટેન્ટ અને ફેશન અને ટ્રેન્ડ સાથે સંબંધિત વીડિયો પણ જોવાનું પસંદ કરે છે.