શોધખોળ કરો
Advertisement
ઇન્સ્ટાગ્રામની મદદથી કરો વીડિયો ચેટ, જાણો મેસેન્જર રૂમ્સથી કઇ રીતે ક્રિએટ કરાય
ફેસબુક પોતાના મેસેન્જર રૂમ્સ ફિચરનો વિસ્તાર કર્યો છે, એટલે કે ફેસબુકથી વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે સીધી વીડિયો કૉલિંગથી જોડાઇ શકો છો
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણ આજકાલ લોકો એકબીજા સાથે મળવાનુ ઓછુ થઇ ગયુ છે. લોકો એકબીજા સાથે જોડાવવા માટે હાલ વીડિયો કૉલનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. અત્યાર સુધી લોકો વૉટ્સએપ વીડિયો કૉલથી એકબીજા સાથે જોડાતા હતા, પરંતુ હવે ફેસબુકના મેસેન્જર રૂમ્સનો પણ લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે.
ફેસબુક પોતાના મેસેન્જર રૂમ્સ ફિચરનો વિસ્તાર કર્યો છે, એટલે કે ફેસબુકથી વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે સીધી વીડિયો કૉલિંગથી જોડાઇ શકો છો. તમે આમાં 50 લોકો સાથે ગ્રુપ વીડિયો ચેટ કરી શકો છો. જો તમે મેસેન્જર રૂમ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો અહીં સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે.
1- સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે.
2- રૂમ્સ ચેટ માટે તમારે બેસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડશે.
3- હવે તમારે પોતાનુ ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનુ છે. હવે ટૉપ રાઇટ કૉર્નરમાં ડાયરેક્ટ મેસેજીસ સેક્શનમાં જાઓ.
4- અહીં તમને ટૉપ રાઇટ કૉર્નરમાંથી વીડિયો કૉલનો ઓપ્શન દેખાશે.
5- હવે તમારે વીડિયો કૉલ કરવાનુ ઓપ્શન ટેપ કરવાનુ છે, અને ત્યારબાદ ક્રિએટ એ રૂમ ઓપ્શન પર ટેપ કરવાનુ છે.
6- હવે તમે તમારા બીજા ફ્રેન્ડ્સ, સંબંધીઓને પણ ઇન્સ્ટાગ્રામ પર ઇનવાઇટ કરો અને જૉઇન કરવાની રાહ જુઓ.
7- આ રીતે તમે આ ગ્રૃપ ચેટમાં પોતાના 50 ફ્રેન્ડ્સને જોડી શકો છો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement