શોધખોળ કરો

શું હવે Snapchatના આવશે વળતા પાણી? Instagram એ ફોટો શેરિંગ માટે લોન્ચ કરી 'Instants' એપ

Instagram Launches Instants App: ઇન્સ્ટાગ્રામે 'Instants' એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન યૂઝર્સને એવા કામચલાઉ ફોટા શેર કરવાનો વિકલ્પ આપશે જે જોયા પછી અદૃશ્ય થઈ જાય છે. તેને સ્નેપચેટ સાથે સીધી સ્પર્ધા કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇન્સ્ટાગ્રામ Instants એપ લોન્ચ કરી, Snapchat ને ટક્કર.
  • ફોટો 24 કલાક પછી ગાયબ, સ્ટેન્ડઅલોન એપ પણ.
  • ફોટા એડિટ નહીં થાય, સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ બ્લોક.
  • ટેમ્પરરી કન્ટેન્ટ શેરિંગ ટ્રેન્ડમાં જોડાવાનો પ્રયાસ.

Instagram Launches Instants App: Snapchat ને ટક્કર આપવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા Instants એપ લોન્ચ કરવામાં આવી છે. કેટલાક માર્કેટ્સમાં ટેસ્ટિંગ કર્યા બાદ હવે તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી રહી છે. સ્નેપચેટની જેમ જ આમાં ફોટો જોતાની સાથે જ ગાયબ થઈ જશે અને 24 કલાક પછી તેને એક્સેસ કરી શકાશે નહીં. તેને ઇન્સ્ટાગ્રામની સાથે સાથે સ્ટેન્ડઅલોન એપ દ્વારા પણ એક્સેસ કરી શકાય છે. એટલે કે તમે ઇન્સ્ટાગ્રામ પરથી પણ Instants નો ઉપયોગ કરી શકો છો અને અલગથી Instants એપ ડાઉનલોડ કરીને પણ તેને એક્સેસ કરી શકશો.

Instants એપ કેવી રીતે કામ કરશે?

જેમ આપણે ઉપર જણાવ્યું કે તેને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત સ્ટેન્ડઅલોન એપ તરીકે વાપરી શકાય છે. આ એપ સીધી કેમેરામાં જ ઓપન થશે. અહીં તમે કોઈ પણ ફોટો પાડીને તેને તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા ફોલોઅર્સ સાથે શેર કરી શકશો. આની સાથે કેટલીક મર્યાદાઓ પણ રાખવામાં આવી છે. Instants પર લેવામાં આવેલા ફોટાને એડિટ કરી શકાતા નથી અને તેના પર તમે ગેલેરીમાંથી ફોટો અપલોડ પણ કરી શકતા નથી. ફોટો પાડ્યા પછી યુઝર પાસે માત્ર કેપ્શન ઉમેરવાનો વિકલ્પ હશે. આ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળતી એડિટ કરેલી ઈમેજ કરતા તદ્દન અલગ અનુભવ હશે અને આમાં યુઝર્સ ઓથેન્ટિક ઈમેજ શેર કરી શકશે.

આ પણ વાંચો...Switch Off મોબાઈલ ફોનનું પણ મળી જશે Live લોકેશન! 99% લોકો નથી જાણતા આ સરળ ટ્રીક

સ્ક્રીનશોટ બ્લોક રહેશે

Instants એપ દ્વારા મોકલવામાં આવેલા ફોટા સામેવાળા યુઝર્સના ઇનબોક્સમાં દેખાશે. તેની પાસે ઇમોજી, રિપ્લાય અને પોતાની ઈન્સ્ટન્ટ પાછી મોકલવાનો વિકલ્પ હશે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આ એપ દ્વારા મોકલેલા ફોટાનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. તેવી જ રીતે સ્ક્રીન રેકોર્ડિંગનો સપોર્ટ પણ મળશે નહીં. આ ઉપરાંત તેમાં મોકલેલા ફોટાને કેન્સલ કરવા માટે 'Undo નો ઓપ્શન મળશે. આનો ઉપયોગ ફોટો ઓપન કરતા પહેલા સુધી કરી શકાય છે.

સ્નેપચેટને ટક્કર આપવાનો નવો પ્રયાસ

Instants એપ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્નેપચેટ જેવી એપને ટક્કર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Snapchat, BeReal અને Locket Widget જેવી એપ્સ ઘણી લોકપ્રિય થઈ છે અને આ બધી એપ્સ ટેમ્પરરી કન્ટેન્ટની સુવિધા આપે છે. હવે Instants દ્વારા ઇન્સ્ટાગ્રામ પણ આ ટ્રેન્ડમાં જોડાવા માંગે છે. જોકે, ઇન્સ્ટાગ્રામ એ આમાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમ કે શેર કરેલા Instants ને એક વર્ષ સુધી પ્રાઈવેટ આર્કાઈવમાં રાખી શકાય છે અને બાદમાં તેનો ઉપયોગ સ્ટોરી રીકેપ તરીકે કરી શકાય છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામે આમાં ફેમિલી સેન્ટર કંટ્રોલ અને શેર કરેલી સ્ક્રીન ટાઇમ લિમિટ જેવી ટીન સેફ્ટી સિસ્ટમ પણ ઉમેરી છે.

Frequently Asked Questions

ઇન્સ્ટાગ્રામ દ્વારા નવી કઈ એપ લોન્ચ કરવામાં આવી છે?

ઇન્સ્ટાગ્રામ દ્વારા Snapchat ને ટક્કર આપવા માટે Instants એપ લોન્ચ કરવામાં આવી છે. તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી રહી છે.

Instants એપ કેવી રીતે કામ કરશે?

આ એપ સીધી કેમેરામાં ઓપન થશે, જ્યાં ફોટો પાડીને તેને મિત્રો સાથે શેર કરી શકાશે. ફોટા એડિટ કે ગેલેરીમાંથી અપલોડ કરી શકાશે નહીં.

Instants એપમાં સ્ક્રીનશોટ લઈ શકાશે?

ના, ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આ એપ દ્વારા મોકલેલા ફોટાનો સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ લઈ શકાશે નહીં.

Instants એપમાં મોકલેલા ફોટા કેટલો સમય દેખાશે?

ફોટો જોતાની સાથે જ ગાયબ થઈ જશે અને 24 કલાક પછી તેને એક્સેસ કરી શકાશે નહીં. જોકે, શેર કરેલા Instants ને એક વર્ષ સુધી પ્રાઈવેટ આર્કાઈવમાં રાખી શકાય છે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget