શોધખોળ કરો

શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

WhatsApp દ્વારા હવે ઘરે બેઠા ઘણા કાર્યો કરી શકાશે. રાજસ્થાન સરકારે વૉટ્સએપ ઈ-મિત્ર સેવાની શરૂઆત કરી છે, જેમાં પાણી અને વીજળીની ચૂકવણી સહિત 27 સરકારી સેવાઓનો લાભ લઈ શકાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજસ્થાન સરકારે WhatsApp E-Mitra દ્વારા 27 સેવાઓ પ્રારંભ કર્યો.
  • તેનાથી નાગરિકોને ઘરે બેઠા બિલ-પ્રમાણપત્રો જેવી સેવાઓ મળશે.
  • આ સેવા મફત અને સુરક્ષિત છે, OTP દ્વારા પ્રમાણિત.

 WhatsApp E-Mitra: રાજસ્થાન સરકારે WhatsApp E-Mitra સર્વિસની શરૂઆત કરી છે. આમાં વૉટ્સએપ દ્વારા 27 સેવાઓનો લાભ લઈ શકાશે. લોકોને પાણી અને વીજળીના બિલની ચૂકવણી સહિત 27 સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. તેઓ ઘરે બેઠા વૉટ્સએપ દ્વારા આ સેવાઓનો લાભ લઈ શકશે. સરકારનો લક્ષ્યાંક 100 સેવાઓને વૉટ્સએપ સાથે ઇન્ટિગ્રેટ કરવાનો છે.

WhatsApp E-Mitra શું છે?

રાજસ્થાન સરકારની આ સેવા ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપતા પહેલાથી જ ચાલી રહેલા ઈ-મિત્રનું એક્સપેન્શન છે. લોકો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ફોન પર 27 સેવાઓનો લાભ લઈ શકશે. લોકો પોતાના મોબાઈલ ફોનથી ડોમિસાઈલ, જાતિ, જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ, EWS, રેશન કાર્ડ જેવી જરૂરી સેવાઓનો લાભ લઈ શકશે. તેમને સરકારી કચેરીએ જવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં, વૉટ્સએપ ઈ-મિત્ર દ્વારા તેમને સરકારી યોજનાઓની પણ માહિતી મળશે.

આ પણ વાંચો...હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો

સેવાનો લાભ કેવી રીતે લેવો?

  • WhatsApp E-Mitra સેવાનો લાભ લેવા માટે લોકોએ પોતાના સ્માર્ટફોનમાં વૉટ્સએપ ઇન્સ્ટોલ કરવું પડશે.
  • ત્યારબાદ વૉટ્સએપમાં જઈને ઈ-મિત્રના નંબર 94610-62705 પર 'Hi' ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે.
  • ત્યાર પછી વૉટ્સએપ ઈ-મિત્રનું ચેટબોટ એક્ટિવેટ થઈ જશે અને તમારી પાસે સેવાઓ વિશે પૂછશે.
  • તમારે જે સેવાનો લાભ લેવો હોય તેને પસંદ કરો અને આગળ વધો.
  • રાજસ્થાન સરકારે આ ચેટબોટને બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં લોન્ચ કર્યું છે.

શું સેવાઓ માટે પૈસા લાગશે? સરકારની આ સેવા સંપૂર્ણપણે મફત છે એટલે કે ઈ-મિત્ર દ્વારા સેવાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ કે પ્લેટફોર્મ ફી લેવામાં આવશે નહીં. સરકાર આ ઈ-મિત્રને આગામી સમયમાં વધુ સેવાઓ માટે એક્સપેન્ડ કરી શકે છે. સરકારના જણાવ્યા અનુસાર, વૉટ્સએપ ઈ-મિત્ર એક 24 x 7 ચેટબોટ છે, જેમાં લોકો ગમે ત્યારે આ 27 સેવાઓનો લાભ લઈ શકશે.

સિસ્ટમ કેટલી સુરક્ષિત છે? રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે WhatsApp E-Mitra સેવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આમાં કોઈ પણ રીતે લોકોની માહિતી લીક થશે નહીં. આમાં સેવાનો લાભ લેવા માટે યુઝર્સે OTP બેઝ્ડ ઓથેન્ટિકેશન કરવું પડશે. સાથે જ, આ ચેટબોટમાં API લેવલ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, જેના કારણે ડેટા સંપૂર્ણપણે સિક્યોર છે અને ઓટીપી દ્વારા ઓથોરાઈઝ્ડ યુઝરને જ કોઈ પણ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Frequently Asked Questions

વોટ્સએપ ઈ-મિત્ર શું છે?

આ રાજસ્થાન સરકારની સેવા છે જે ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપે છે. તેનાથી લોકો ઘરે બેઠા 27 સરકારી સેવાઓનો લાભ લઈ શકશે.

વોટ્સએપ ઈ-મિત્ર સેવાનો લાભ કેવી રીતે લઈ શકાય?

તમારે વોટ્સએપમાં ઈ-મિત્રના નંબર 94610-62705 પર 'Hi' મેસેજ મોકલવાનો રહેશે. પછી ચેટબોટ સક્રિય થશે અને તમે સેવા પસંદ કરી શકશો.

શું વોટ્સએપ ઈ-મિત્ર સેવાનો ઉપયોગ કરવા માટે કોઈ શુલ્ક લાગે છે?

ના, આ સેવા સંપૂર્ણપણે મફત છે. ઈ-મિત્ર દ્વારા સેવાઓનો લાભ લેવા માટે કોઈ વધારાનો ચાર્જ કે પ્લેટફોર્મ ફી લેવામાં આવશે નહીં.

વોટ્સએપ ઈ-મિત્ર સિસ્ટમ કેટલી સુરક્ષિત છે?

આ સેવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. OTP આધારિત ઓથેન્ટિકેશન અને API લેવલ ઇન્ટિગ્રેશનને કારણે ડેટા લીક થતો નથી અને માહિતી સિક્યોર રહે છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget