શોધખોળ કરો
Advertisement
સેમસંગના આ દમદાર ફોન્સની કિંમતોમાં થયો ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં ખરીદી શકાશે.
આ ફોનમાં Samsung Galaxy A71, Samsung Galaxy A51, Samsung Galaxy A31, Samsung Galaxy A21s, Samsung Galaxy M01s અને Samsung Galaxy M01 Core સામેલ છે. Samsung Galaxy A71 પર તો 1,500 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનની નવી કિંમતે હવે સાઇટ પર જોવા મળી રહી છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ભારતમાં પોતાના બે દમદાર ફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. આ ફોનમાં Samsung Galaxy A71, Samsung Galaxy A51, Samsung Galaxy A31, Samsung Galaxy A21s, Samsung Galaxy M01s અને Samsung Galaxy M01 Core સામેલ છે. Samsung Galaxy A71 પર તો 1,500 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનની નવી કિંમતે હવે સાઇટ પર જોવા મળી રહી છે.
Samsung Galaxy A71
ભારતમાં આ ફોનની કિંમત હવે 29,499 રૂપિયા કરી દેવામાં આવી છે, આ પહેલા આ 29,999 રૂપિયામાં વેચાતો હતો, આમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Samsung Galaxy A51
આ ફોનના બે વેરિએન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, 6જીબી રેમ + 128 જીબી સ્ટૉરેજ મૉડલ માટે 22,999 કિંમત રાખવામાં આવી છે. પહેલા આ 23,999 માં વેચાઇ રહ્યો હતો. આની કિંમત 1000 રૂપિયા ઓછી થઇ છે.
વળી, Samsung Galaxy A51ના 8જીબી રેમ + 128જીબી સ્ટૉરેજનું વેરિએન્ટ 24,499 માં મળશે. પહેલા આની કિંમત 25,999 રૂપિયા હતા. આમાં 1,500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Samsung Galaxy A31
આ ફોનની કિંમત 19,990 રૂપિયા કરવામાં આવી છે. આ 6જીબી રેમ+ 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટમાં આવે છે. આમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગેલેક્સી એ સીરિઝના બીજા એક ફોન Samsung Galaxy A21sના 4જીબી રેમ + 64જીબી સ્ટૉરેજ ઓપ્શનની ભારતમાં 16,498 રૂપિયા હતી. જેને 14,999 રૂપિયા કરી દેવામાં આવી છે. આ રીતે આમાં 1500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Samsung Galaxy M01
ગેલેક્સી એમ સીરીઝમાં Samsung Galaxy M01 અને Samsung Galaxy M01 Core ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. Samsung Galaxy M01ની કિંમતમાં 500 રૂપિયા સસ્તો 9,499 રૂપિયામાં મળશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement