iPhone 17 Air હશે દુનિયાનો સૌથી પાતળો ફોન, નહીં મળે સિમ લગાવવાની પણ જગ્યા
Apple iPhone 17 Air: આ ફોનને iPhone 17 Air અથવા iPhone 17 Slim નામથી લૉન્ચ કરી શકાય છે. એપલ વિશ્લેષક મિંગ-ચી-કુઓએ આ આઇફોનની જાડાઈ વિશે જણાવ્યું છે

Apple iPhone 17 Air: એપલ આઈફોન 17 એર વિશ્વનો સૌથી પાતળો મોબાઈલ ફોન બની શકે છે. આ આઇફોન સપ્ટેમ્બરમાં યોજાનારી એપલ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પહેલા પણ iPhone 17 Air વિશે ઘણા લીક થયેલા અહેવાલો સામે આવ્યા છે, જેમાં તેને સૌથી પાતળો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સેમસંગ 22 જાન્યુઆરીએ યોજાનારી ગેલેક્સી અનપેક્ડ 2025માં સેમસંગ ગેલેક્સી S25 સ્લિમ પણ રજૂ કરી શકે છે. એપલના આ પાતળા ફોનની જાડાઈ હવે સામે આવી છે, જેના કારણે તેને વિશ્વનો સૌથી પાતળો ફોન કહેવામાં આવી રહ્યો છે.
5.5mm થશે જાડાઇ
આ ફોનને iPhone 17 Air અથવા iPhone 17 Slim નામથી લૉન્ચ કરી શકાય છે. એપલ વિશ્લેષક મિંગ-ચી-કુઓએ આ આઇફોનની જાડાઈ વિશે જણાવ્યું છે. તેની જાડાઈ 5.5mm હશે, જેના કારણે આ iPhone માં સિમ કાર્ડ નાખી શકાશે નહીં. એપલ તેને ફિઝિકલ સિમ કાર્ડ વિના લૉન્ચ કરી શકે છે, એટલે કે, આ ફોન સંપૂર્ણપણે ઇ-સિમ કાર્ડના સપોર્ટ સાથે આવશે. જોકે, એપલના આ નિર્ણયને કારણે ચીની બજારમાં તેના પર પ્રતિબંધ લાગી શકે છે.
ચીનમાં લાગશે બેન
ચીનના નિયમો અનુસાર, ત્યાંના મૉબાઇલ ફોનમાં ફિઝિકલ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં આ એપલ માટે પણ એક પડકાર બની શકે છે. એપલ દ્વારા અત્યાર સુધી લૉન્ચ કરાયેલ સૌથી પાતળો આઇફોન આઇફોન 6 છે, જે 6.1 મીમી જાડા હતો. તે 2014 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. અગાઉ બહાર આવેલા રિપોર્ટ અનુસાર, iPhone 17 Air ની જાડાઈ 6.25mm હોવાનું કહેવાય છે. તે જ સમયે, સેમસંગ ગેલેક્સી S25 સ્લિમની જાડાઈ 6mm હોવાની શક્યતા છે.
તાજેતરમાં iPhone 17 Air ની કિંમત અંગેનો એક રિપોર્ટ પણ બહાર આવ્યો છે. એપલનો આ આઈફોન $1,299 થી $1,500 ની વચ્ચે લૉન્ચ થઈ શકે છે. એટલે કે તેની કિંમત લગભગ 1,09,000 રૂપિયા હોવાની શક્યતા છે. તે A18 અથવા A19 બાયૉનિક ચિપસેટથી સજ્જ હોઈ શકે છે અને એપલ ઇન્ટેલિજન્ટ ફિચર સાથે આવી શકે છે. વધુમાં તે 8GB રેમને પણ સપોર્ટ કરી શકે છે.
Apple Likely to Face Fiercer Challenges in 2025, Requiring Caution Against Potential Downside Risks from Earlier Overly Optimistic Market Sentimenthttps://t.co/BckJWp7xhZ
— 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) January 10, 2025
iPhone 17 Air માં 6.6-ઇંચ OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. તેમાં સ્ક્રેચ રેઝિસ્ટન્સ અને ડાયનેમિક આઇલેન્ડ ફિચર આપી શકાય છે. આ iPhone 24MP સેલ્ફી કેમેરા અને 48MP બેક કેમેરા સાથે આવી શકે છે.
આ પણ વાંચો
કમાલ... Jio થી સસ્તા પ્લાનમાં બેગણો ડેટા અને બીજા કેટલાય બેનિફિટ આપી રહી છે આ કંપની, ચેક કરો ડિટેલ





















