શોધખોળ કરો

કલાકો સુધી ચલાવો છો Washing Machine! જાણી લો કેટલી વીજળી વપરાય છે અને કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

Washing Machine: સામાન્ય રીતે ઘરમાં ઉપયોગમાં લેવાતી વોશિંગ મશીનનો પાવર 400 વોટથી લઈને 2,000 વોટ સુધીનો હોય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વોશિંગ મશીન 400-2000 વોટ વીજળી વાપરે, ગરમ પાણી વધુ ખર્ચાળ.
  • લાંબા વોશ, નાના લોડ, જૂના મશીન વીજળી વધારે વાપરે છે.
  • ક્ષમતા મુજબ પાણી, નોર્મલ વોશ, ઈકો મોડ વીજળી બચાવે છે.
  • મશીન સમતલ રાખો, યોગ્ય ડિટર્જન્ટ, નિયમિત તપાસ જરૂરી છે.

Washing Machine: આજે વોશિંગ મશીન મોટાભાગના ઘરોમાં જોવા મળી જાય છે. ઝડપથી કપડાં ધોવાથી લઈને ફટાફટ કપડાં સુકાવા સુધીનું કામ આજે વોશિંગ મશીન દ્વારા થઈ જાય છે. એટલું જ નહીં, આજે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ચૂકી છે કે ફૂલ ઓટોમેટિક વોશિંગ મશીન પણ આવી ગયા છે જે તમારું કામ ખૂબ સરળ બનાવી દે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે લોકો કલાકો સુધી વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે જેનાથી મશીન પર વધુ લોડ પડે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કલાકો સુધી વોશિંગ મશીન ચલાવવા પર કેટલી વીજળી વપરાય છે.

કેટલી વીજળી ખર્ચ કરે છે વોશિંગ મશીન

તમને જણાવી દઈએ કે નોર્મલી ઘરમાં ઉપયોગમાં લેવાતી વોશિંગ મશીનનો પાવર 400 વોટથી લઈને 2,000 વોટ સુધીનો હોય છે. વળી, સેમી-ઓટોમેટિક મશીનો સામાન્ય રીતે ઓછી વીજળી ખર્ચ કરે છે જ્યારે ફ્રન્ટ લોડ અને હીટરવાળા મોડલ વધુ વીજળી લે છે. એવામાં જો કોઈ મશીનની ક્ષમતા 500 વોટ છે અને તે એક કલાક સુધી ચાલે છે તો લગભગ 0.5 યુનિટ વીજળીનો વપરાશ થશે. વળી, જો મશીનમાં પાણી ગરમ કરવાનું ફીચર ઓન હોય તો મશીન વધુ વીજળી ખર્ચ કરે છે.

આ પણ વાંચો...UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ

કેવી રીતે વધે છે વીજળીનો વપરાશ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વોશિંગ મશીનમાં ગરમ પાણીનો ઉપયોગ, લાંબો વોશ સાયકલ, વારંવાર નાના-નાના લોડમાં કપડાં ધોવા અને મશીનમાં વધારે પાણી ભરવું પણ વીજળીના વપરાશને વધારી દે છે. આ સિવાય, જૂના અથવા ઓછી એફિશિયન્સ વાળા મશીનો પણ નવા મોડલની સરખામણીમાં વધુ વીજળી ખર્ચ કરે છે.

કેવી રીતે બચાવવી વીજળી

હવે જો તમે પણ વોશિંગ મશીનનો ઉપયોગ કરવાની સાથે ઓછી વીજળી ખર્ચ કરવા માંગો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા મશીનમાં એટલું જ પાણી ભરો જેટલી તેની ક્ષમતા છે. આ સિવાય બહુ ઓછા કપડાં માટે મશીન ચલાવવાનું ટાળો. સાથે જ જ્યાં શક્ય હોય ત્યાં ગરમ પાણીને બદલે નોર્મલ પાણીનો ઉપયોગ કરો. સાથે જ કપડાં અનુસાર જ મશીનમાં મોડનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા મશીનમાં Eco Mode છે તો તેનો ઉપયોગ કરવો વધુ સારો હોઈ શકે છે.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

આ સિવાય બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. વોશિંગ મશીનને હંમેશા સમતલ જગ્યા પર રાખો જેથી મશીનમાં ઓછું વાઇબ્રેશન થાય. આની સાથે જ યોગ્ય માત્રામાં જ ડિટર્જન્ટ નાખો કારણ કે વધારે ફીણ બનવાથી મશીનની પરફોર્મન્સ પર અસર પડી શકે છે. મશીનના પ્લગ, વાયર અને સોકેટની સ્થિતિ પણ સમયસમય પર ચેક કરતા રહો. જો મશીનમાંથી વિચિત્ર અવાજ કે ધ્રુજારી આવે તો તેને નજરઅંદાજ કરવાને બદલે તરત જ ટેકનિશિયન પાસે ચેક કરાવવું જોઈએ.

Frequently Asked Questions

વોશિંગ મશીન સામાન્ય રીતે કેટલી વીજળી વાપરે છે?

નોર્મલી 400 વોટથી 2,000 વોટ સુધીનો પાવર હોય છે. 500 વોટનું મશીન એક કલાક ચાલે તો લગભગ 0.5 યુનિટ વીજળી વાપરે છે.

વોશિંગ મશીનનો વીજળીનો વપરાશ કયા કારણોસર વધે છે?

ગરમ પાણીનો ઉપયોગ, લાંબો વોશ સાયકલ, નાના લોડમાં વારંવાર ધોવા અને વધારે પાણી ભરવાથી વીજળીનો વપરાશ વધે છે. જૂના મશીનો પણ વધુ વીજળી ખર્ચ કરે છે.

વોશિંગ મશીનમાં વીજળીનો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય?

મશીનની ક્ષમતા મુજબ પાણી ભરી, ઓછા કપડાં ટાળી, નોર્મલ પાણી વાપરી અને Eco Mode જેવા યોગ્ય મોડનો ઉપયોગ કરીને વીજળી બચાવી શકાય છે.

વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે કઈ વધારાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

મશીનને સમતલ જગ્યા પર રાખો, યોગ્ય માત્રામાં ડિટર્જન્ટ વાપરો અને પ્લગ-વાયર નિયમિતપણે તપાસો. વિચિત્ર અવાજ આવે તો ટેકનિશિયનને બતાવો.

Advertisement

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget