શોધખોળ કરો

WhatsApp એ 36 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ, નિયમ તોડવા પર થઇ કાર્યવાહી

એપમાં કહેવામાં આવ્યું છે કે '1 ડિસેમ્બર, 2022 અને 31 ડિસેમ્બર, 2022 વચ્ચે 36.77 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ ડિસેમ્બર 2022 માં ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એપમાં બુધવારે એકાઉન્ટ પર પ્રતિબંધની માહિતી આપવામાં આવી છે. કંપનીની નીતિ, યુઝર રિપોર્ટ્સ અને અન્ય કારણોસર વોટ્સએપ દર મહિને એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. ડિસેમ્બર મહિનામાં પ્રતિબંધિત એકાઉન્ટ્સની સંખ્યા નવેમ્બરની સરખામણીએ થોડી ઓછી છે.

નવેમ્બર મહિનામાં એપ દ્વારા 37.16 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર મહિનામાં ઘટીને 36.77 લાખ થઈ ગયો છે. આમાં 13.89 લાખ ખાતાઓને એક્ટિવ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. WhatsApp દર મહિને IT નિયમો 2021 હેઠળ પ્રતિબંધિત એકાઉન્ટ વિશે માહિતી આપે છે.

વોટ્સએપે શું કહ્યું?

એપમાં કહેવામાં આવ્યું છે કે '1 ડિસેમ્બર, 2022 અને 31 ડિસેમ્બર, 2022 વચ્ચે 36.77 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં, 13.89 લાખ એકાઉન્ટને કોઈપણ યુઝર્સ દ્ધારા જાણ કરતા પહેલા જ સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

2021માં નવા IT નિયમો આવ્યા પછી વોટ્સએપે દર મહિને કમ્પ્લાયન્સ રિપોર્ટ્સ જાહેર કરવા પડશે. આ રિપોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માટે લીધેલા તમામ પગલાં વિશે માહિતી આપે છે.

વોટ્સએપ એકાઉન્ટ્સ કેમ પ્રતિબંધિત કરે છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ અપ્રિય ભાષણ, ખોટી માહિતી અને નકલી સમાચાર ફેલાવવા માટે ઘણી વખત કરવામાં આવે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે આ પ્લેટફોર્મ્સે દર મહિને કમ્પ્લાયન્સ અહેવાલો જાહેર કરીને માહિતી આપવી પડશે.

વોટ્સએપે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં યુઝર્સની અપીલમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યાં નવેમ્બર મહિનામાં 946 ફરિયાદો મળી હતી. ડિસેમ્બર મહિનામાં તેની સંખ્યા વધીને 1459 થઈ ગઈ છે. તેમાંથી વ્હોટ્સએપે માત્ર 164 એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે.

‘મીડિયામાં પ્રચાર કરો કે...’ WhatsApp પ્રાઇવેસી પોલિસીને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો આદેશ

WhatsAppની પ્રાઇવેસી પોલિસીને પડકારતી અરજીઓ પર બુધવારે (1 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોર્ટે સરકારની ખાતરીની નોંધ લીધી છે કે માર્ચ મહિનામાં સંસદમાં નવું ડેટા પ્રોટેક્શન બિલ લાવવામાં આવશે. કોર્ટે વ્હોટ્સએપને મીડિયામાં તેની એફિડેવિટનો વ્યાપકપણે પ્રચાર કરવા કહ્યું કે લોકો હાલમાં તેની 2021 પ્રાઇવેસી પોલિસીને અનુસરવા માટે બંધાયેલા નથી.

સુપ્રીમ કોર્ટે વોટ્સએપને 2021માં પાંચ અખબારોમાં જાહેરાત આપવાનો આદેશ આપ્યો છે, જેથી મીડિયામાં સરકારને આપવામાં આવેલી તેની બાંયધરીનો પ્રચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ બે વિદ્યાર્થીઓ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે ફેસબુક અને અન્ય લોકો સાથે WhatsApp દ્વારા યુઝર્સના ડેટાને શેર કરવાને પડકાર્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget