શોધખોળ કરો
Advertisement
2020 બાદ બજારમાં નહીં જોવા મળે શાઓમીના 4G સ્માર્ટફોન, જાણો શું છે કારણ
શાઓમીના સીઈઓ લી જૂને જણાવ્યું કે, કંપની 5G સ્માર્ટફોન પર વધારે ફોકસ કરવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ ચીનની દિગ્ગજ કંપની શાઓમી 2020ના અંત સુધી 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરવા જઈ રહી છે. કંપની પૂર્ણ રીતે 5G ટેકનીક પર આધારિત સ્માર્ટફોન બનાવવા પર કામ કરશે. કહેવાય છે કે, 2022 સુધી ભારતમાં 5G નેટવર્કની એન્ટ્રી થઈ જશે.
2020 બાદ નહીં જોવા મળે શાઓમીના 4G ફોન
મોબાઈલ નિર્માતા કંપની શાઓમીના 4G સ્માર્ટફોન બંધ થવા જઈ રહ્યા છે. કંપનીના સીઈઓ લી જૂને કહ્યું કે, “કોરોના વાયરસથી ફેલાયેલ મહામારીને કારણે તેઓ 5G ટેકનીક પર આધારિત પોન લોન્ચ કરવા માટે પ્રભાવિત થયા છે. પરંતુ એ વાત નક્કી છે કે તેમનો 5G ટેકનીક આધારિત પોન વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે.” છેલ્લા વર્ષે ચીનમાં ફેલાયેલ ખતરનાક વાયરસે જ્યાં વિશ્વભરમાં કારોબારને ઠપ કર્યો છે તો તેના કારણે ટેકનીકના ક્ષેત્રમાં પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યા છે. વૈશ્વિક મહામારીને કારણે અનેક ટેકનીકલી કંપનીઓએ પોત પોતાની ઓફિસ, ફેક્ટરી બંધ કરી છે. પરંતુ હવે સુરક્ષાત્મક ઉપાય શોધતા અનેક કંપનીઓએ પોતાનું કામ શરૂ કર્યું છે.
માત્ર 5G સ્માર્ટફોન પર રહેશે કંપનીની નજર
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ સાથે વાત કરતાં શાઓમીના સીઈઓ લી જૂને જણાવ્યું કે, કંપની 5G સ્માર્ટફોન પર વધારે ફોકસ કરવા જઈ રહી છે. જ્યાં સુધી ચીનની વાત છે તો ત્યાં શાઓમી પહેલેથી જ 5G ટેકનીક પર ભાર આપી રહી છે. કેટલાક યૂરોપીય અમેરિકન દેશોએ પણ 5G નેટવર્ક તરફ વળી રહ્યા છે. જોકે હાલમાં વિશ્વના મોટા માર્કેટમાં 5G ટેકનીકની પહોંચ સુનિશ્ચિત નથી થઈ. કહેવાય છે કે, 2022 સુધી ભારતમાં 5G નેટવર્કની એન્ટ્રી થઈ જશે. તેમણે જણાવ્યું કે, 5G ટેકનીકથી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં ફાસ્ટ કનેક્ટિવિટીની સાથે ક્રાંતિકારી ફેરફાર જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement