શોધખોળ કરો
Jioની શાનદાર ઓફર, દર મહીને 141 રૂપિયા આપીને ખરીદી શકાય છે આ ફીચર ફોન
Jioની આ ફોનની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ આ ઓફર દ્વારા તમે આ ફોનને દરક મહિને 141.17 રૂપિયાના હપ્તે ખરીદી શકો છો.

નવી દિલ્હીઃ ટેલિકોમપ કંપની રિલાયન્સ જિઓ હવે ફીચર ફોન યૂઝર્સ માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. તે અંતર્ગત તમે માત્ર 141 રૂપિયા દર મહિને ખર્ચીને રિલાયન્સ જિઓનો ફીચર ફોન JioPhone 2 ખરીદી શકો છો. કંપનીની આ શાનદાર ઈએમઆઈ સ્કીમ છે, જેનો લાભ તમે પણ લઈ શકો છો.
આ છે ઓફર
Jioની આ ફોનની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ આ ઓફર દ્વારા તમે આ ફોનને દરક મહિને 141.17 રૂપિયાના હપ્તે ખરીદી શકો છો. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ઓફરનો લાભ માત્ર ક્રેડિટ કાર્ડ યૂઝર્સ જ લઈ શકે છે. આ ફોન તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ Jio.com પર જઈને ખરીદી શકો છો. ફોનની ડિલિવરી ચાર્જ 99 રૂપિયા છે.
JioPhone2માં ફુલ કીબોર્ડ સાથે હોરિઝેન્ટલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512 MBની રેમ મળે છે. તેમાં તમને 4GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો ફોનના રિયર એન્ડમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે યુઝર્સને આ મોબાઇલના ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FM આપવામાં આવ્યાં છે. ફોનમાં 2000mAhની બેટરી આપવામાં આવી છે અને તે KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. JioPhone2 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ખાસ વાત એ છે કે આ ફોનમાં વૉટ્સએપ અને યુટ્યુબ જેવા ફીચર પણ આપવામાં આવ્યાં છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
દેશ
Advertisement