Geminiથી ફોટો બનાવતી વખતે યુવતીએ થયો ‘ડરામણો અનુભવ’, શેર કરી ચોંકાવનારી જાણકારી
આ ટૂલ 3D મોડેલ ઈમેજીસથી લઈને રેટ્રો સાડીઓ સુધીના ફોટા બનાવી રહ્યું છે.

Google Gemeni AI Photo: ગૂગલ જેમિનીના ટ્રેન્ડને અનુસરવાની દોડ લાગી રહી હોય તેવું લાગે છે. દરેક વ્યક્તિ પોતાના ફોટા બનાવવા માટે તેનો પૂરો ઉપયોગ કરી રહ્યા છે. આ ટૂલ 3D મોડેલ ઈમેજીસથી લઈને રેટ્રો સાડીઓ સુધીના ફોટા બનાવી રહ્યું છે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે નેનો બનાના ટૂલ કેટલું સલામત છે? ગૂગલે પહેલાથી જ કહ્યું છે કે તેમનું એઆઈ ટૂલ સલામત છે, જેના પર ફક્ત યુઝર્સ જ પોતાના ફોટા શેર કરી શકે છે. એઆઈને ટ્રેનિંગ આપવા માટે પણ યુઝર્સની પરવાનગી વિના ફોટા લેવામાં આવતા નથી. પરંતુ હવે એક ઇન્સ્ટાગ્રામ યુઝરે તેની સાથે બનેલી એક ઘટના શેર કરી છે, જેના કારણે યુઝર્સ તેની પ્રાઈવેસી વિશે ચિંતા કરવા લાગ્યા છે.
યુઝર્સ ગોપનીયતા વિશે ચિંતિત થઈ ગયા
વાસ્તવમાં ઝલક ભાવનાની નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જણાવી રહી છે કે ગૂગલ જેમિનીના નેનો બનાનાએ ફોટામાં શરીર પરનો પોતે છૂપાવેલો તલને પણ શરીર પર કેવી રીતે બતાવી દીધો હતો. આ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇન્સ્ટા યુઝરે વીડિયોમાં આ દાવો કર્યો છે. આ પછી યુઝર્સ તેમની પ્રાઈવેસી વિશે વધુ ચિંતિત થઈ ગયા છે. જેમિનીના ટૂલ નેનો બનાનાએ આ કેવી રીતે કર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી?
ઇન્સ્ટાગ્રામ યુઝરે આખી ઘટના જણાવી
ઇન્સ્ટાગ્રામ યુઝરે વીડિયોમાં જણાવ્યું હતું કે તેણે જેમિની ટ્રેન્ડને ફોલો કરતા નેનો બનાના ફીચરનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેણે એક ફોટો અપલોડ કર્યો જેમાં તેણે ફુલ સ્લીવ્સવાળી કુર્તી પહેરી હતી. તેણે રેટ્રો સાડીનો પ્રોમ્પ્ટ મૂક્યો જેથી સાડીમાં તેનો ફોટો બને. એવું જ થયું, જેમિનીએ 90ના દાયકાનો દ્રશ્ય દર્શાવતી એક તસવીર આપી જેમાં છોકરી સાડી પહેરી રહી હતી. યુઝરે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પોતાનો આ ફોટો પોસ્ટ કર્યો હતો, પરંતુ પાછળથી તેણે ધ્યાનથી જોયું તો જોયું કે જેમિની દ્વારા બનાવેલા ફોટામાં તેના ખભા પર તલ છે. જ્યારે તેણે પ્રોમ્પ્ટ સાથે અપલોડ કરેલા ફોટામાં તલ બિલકુલ દેખાતો નથી. હવે યુઝરનો પ્રશ્ન એ છે કે જેમિનીને કેવી રીતે ખબર પડે છે કે તેના ખભા પર તલ છે.
બીજા યુઝરે કહ્યું- ગુગલ પાસે પહેલેથી જ તમારો ફોટો છે
પોસ્ટ પર યુઝર્સ તરફથી હજારો કોમેન્ટ્સ આવી છે, જેમાંથી પિન કરેલી કોમેન્ટમાં બીજા યુઝરે દાવો કર્યો છે કે તેની સાથે પણ કંઈક આવું જ થયું છે. એક યુઝરે આ અંગે પોતાનો લાંબી થિયરી પણ સમજાવી હતી. તેણે લખ્યું હતું કે જેમિની ગુગલની પ્રોડક્ટ છે. ગૂગલ પાસે તમારા ગૂગલ એકાઉન્ટનું ઍક્સેસ છે, જેના પર તમારો ફોટો હોઈ શકે છે. તેના આધારે જૈમિનીએ આ તસવીર બનાવી. જોકે, આ ઘટના પછી યુઝર્સ તેમના અંગત ફોટા અને માહિતી વિશે ચિંતિત થઈ રહ્યા છે.





















