શોધખોળ કરો

Google I/O 2026: AI પર ધ્યાન કેન્દ્રિત , Gemini 3.5 Flash, Omni અને Spark AIની જાહેરાત

Google I/O 2026: ગૂગલ I/O 2026માં કંપનીએ તેના યુનિફાઇડ મલ્ટિમોડલ AI વીડિયો મોડલ Gemini Omniની જાહેરાત કરી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Googleએ Gemini Omni AI વિડિઓ મોડલ જાહેર કર્યું, વિવિધ ઇનપુટ્સથી કશું પણ જનરેટ કરે છે.
  • Omni Flash આજથી Gemini એપ, YouTube Shortsમાં ઉપલબ્ધ, API ટૂંક સમયમાં આવશે.
  • આ મોડલ લેખિત પ્રોમ્પ્ટ પર વિડિઓ, વૉઇસ, સંગીત બનાવી શકે છે, અગાઉના અલગ મોડલ્સને એકીકૃત કરે છે.
  • Gemini Spark, ક્લાઉડ-આધારિત AI, ઇનબોક્સ કાર્યો સંભાળે છે, 30+ થર્ડ-પાર્ટી ટૂલ્સમાં ઇન્ટિગ્રેટ થાય છે.

Gemini Omni: ગૂગલ I/O 2026માં કંપનીએ તેના યુનિફાઇડ મલ્ટિમોડલ AI વીડિયો મોડલ Gemini Omniની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ મોડલ જેમિનીના રિયલ વર્લ્ડ નોલેજ અને રિઝનિંગને યુઝ કરતા કોઈ પણ ઈનપુટથી કાંઈ પણ જનરેટ કરી શકે છે. તેના ફર્સ્ટ જનરેશન મોડલ Omni Flashને રોલ આઉટ કરવામાં આવ્યું છે અને આજથી જેમિની એપ, ફ્લો બાય ગૂગલ અને યુટ્યુબ શોર્ટ્સ સહિત અન્યમાં એક્સેસ કરી શકાય છે. આ માટે APIને આગામી થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ મોડલ શું શું કરી શકે છે.

નવું મોડલ શું કરી શકે છે?

આ ગૂગલ મોડલ સિંક્રોનાઇઝ્ડ વીડિયો, વૉઇસ નેરેશન, ઓન સ્ક્રીન ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક જનરેટ કરી શકે છે. આ માટે યુઝર્સને ફક્ત એક પ્રોમ્પ્ટ આપવાની જરૂર છે. એક લેખિત પ્રોમ્પ્ટના આધારે આ મોડલ બધું બનાવી શકે છે, જે તેને અન્ય મોડલોથી અલગ પાડે છે. ગૂગલ અગાઉ અલગ મોડલનો ઉપયોગ કર્યો છે, જેમ કે વીડિયો વીયો ને ઈમેજ માટે નેનો બનાના જેવા અલગ અલગ મોડલને યુઝ કરતું હતું.  નવું મોડેલ આ બધી ક્ષમતાઓને એક પ્લેટફોર્મમાં એકીકૃત કરે છે. અન્ય કંપનીઓની વાત કરીએ તો હવે યુઝર્સને વોઈસ ઓવર માટે ઈલેવન લેબ્સ અને મ્યૂઝિક માટે સુનોની વગેરેની જરૂર પડશે નહીં. તેમને Gemini Omniમાં એક જ જગ્યા પર તમામ ફીચર્સ મળી જશે. 

આ પણ વાંચોઃ ChatGPT ને ટક્કર આપવા આવી રહ્યું છે Apple નું નવું Siri, AI ની દુનિયામાં મચાવશે ધમાલ

Gemini Omniમાં શું ખાસ છે?

એઆઈ-જનરેટેડ વીડિયોમાં ફિઝિક્સને સચોટ રીતે રજૂ કરવું મુશ્કેલ કામ રહ્યું છે. આનો અર્થ એ છે કે મોડલો ઘણીવાર ઘણી વસ્તુઓ સમજવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે જનરેટ થયેલા વીડિયો નકલી લાગે છે પરંતુ ડેમો આઉટપુટથી લાગી રહ્યું છે કે Gemini Omni આ મામલાથી અલગ છે. તે સિવાય એક  વાર કેરેક્ટર ડિફાઈન કર્યા બાદ તમામ લોકેશન, લાઈટિંગ કંડીશન અને એક્શનમાં આ અલગ હશે. એ જ રીતે યુઝર સ્ટાઈલ મોશનને નેરેટ કરીને પોતાનો પસંદગીનો વીડિયો જનરેટ કરી શકશે. 

Gemini Sparkની જાહેરાત

Gemini Omniની સાથે સાથે ગૂગલે Gemini Sparkની પણ જાહેરાત કરી છે. કંપનીએ તેને "તમારા પર્સનલ AI એજન્ટ" તરીકે ઓળખાવ્યું છે. તે ક્લાઉડ-આધારિત AI છે જે નોનસ્ટોપ કામ કરશે. ગૂગલ દાવો કરે છે કે તે તમારા ઇનબોક્સ અને ટુ-ડુ લિસ્ટમાંના તમામ કાર્યોને હેન્ડલ કરી શકે છે. તેને ગૂગલ પ્રોડક્ટ્સ ઉપરાંત 30 થર્ડ પાર્ટી ટૂલ્સમાં પણ ઈન્ટીગ્રેટ કરી શકાય છે 

Gemini 3.5 Flash

ગૂગલ I/O 2026માં  Gemini 3.5 Flashની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે ગૂગલે એક નવું 3.5 મોડલ ફેમિલી લોન્ચ કર્યું છે. તેને અત્યાર સુધીનું સૌથી મજબૂત એજન્ટિક મોડલ માનવામાં આવે છે. કંપની કહે છે કે તે ઝડપી અને વધુ ખર્ચ-કાર્યક્ષમ છે અને કોડિંગ અને એજન્ટિક બેન્ચમાર્કની દ્રષ્ટિએ તે ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા ગૂગલના જેમિની 3.1 પ્રો મોડેલને પાછળ છોડી દે છે. તે હવે ઘણી બધી ગૂગલ સેવાઓમાં ડિફોલ્ટ મોડેલ તરીકે સેવા આપશે.

Frequently Asked Questions

Gemini Omni શું છે?

Gemini Omni એ Google નું નવું યુનિફાઇડ મલ્ટિમોડલ AI વીડિયો મોડલ છે. તે કોઈપણ ઇનપુટથી કંઈપણ જનરેટ કરી શકે છે, જેમાં વીડિયો, વૉઇસ નેરેશન, ઓન-સ્ક્રીન ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શામેલ છે.

Gemini Omni ક્યાં ઉપલબ્ધ છે?

Gemini Omni નું ફર્સ્ટ જનરેશન મોડલ Omni Flash આજે Gemini એપ, Flow by Google અને YouTube Shorts સહિત અન્યમાં ઉપલબ્ધ છે. API થોડા દિવસોમાં લોન્ચ થશે.

Gemini Omni ની ખાસિયત શું છે?

Gemini Omni AI-જનરેટેડ વીડિયોમાં ફિઝિક્સને સચોટ રીતે રજૂ કરવામાં સક્ષમ છે. એકવાર કેરેક્ટર ડિફાઇન થયા પછી, તે વિવિધ લોકેશન, લાઇટિંગ અને એક્શનમાં સુસંગત રહે છે.

Gemini Spark શું છે?

Gemini Spark એ Google દ્વારા

Gemini 3.5 Flash શું છે?

Gemini 3.5 Flash એ Google દ્વારા લોન્ચ કરાયેલ નવું 3.5 મોડલ ફેમિલી છે. તેને અત્યાર સુધીનું સૌથી મજબૂત એજન્ટિક મોડલ માનવામાં આવે છે, જે ઝડપી, વધુ ખર્ચ-કાર્યક્ષમ અને ઘણા Google સેવાઓમાં ડિફોલ્ટ મોડેલ તરીકે સેવા આપશે.

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget