શોધખોળ કરો

ChatGPT ને ટક્કર આપવા આવી રહ્યું છે Apple નું નવું Siri, AI ની દુનિયામાં મચાવશે ધમાલ

Apple Siri Update: આઇફોન વપરાશકર્તાઓ માટે નવા સિરીની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. એપલ આના પર સક્રિયપણે કામ કરી રહ્યું છે, અને તેની ચેટબોટ જેવી નવી સ્ટાઈલને ટૂંક સમયમાં રજૂ કરી શકાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Apple Google Gemini ની મદદથી સિરીને અપગ્રેડ કરી રહ્યું છે.
  • નવી સિરી ChatGPT ને ટક્કર આપશે, ચેટ હિસ્ટ્રી ઓટો-ડિલીટ થશે.
  • વોઇસ કમાન્ડ દ્વારા એક્ટિવેટ થતી સિરી વધુ કન્વર્સેશનલ બનશે.
  • WWDC માં સિરીના નવા અપડેટની ઝલક, iOS 27 માં લોન્ચ શક્ય.

Apple Siri Update: Apple છેલ્લા ઘણા સમયથી Gemini-powered Siri પર કામ કરી રહ્યું છે. AI ક્ષેત્રે પોતાના પ્રયત્નો સફળ ન થયા બાદ Appleએ Google સાથે ભાગીદારી કરી હતી. આ ભાગીદારી હેઠળ સિરીને Geminiની મદદથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. હવે એવી માહિતી મળી રહી છે કે Apple આ વર્ષે જ નવા સિરીને લોન્ચ કરી દેશે. નવું સિરી માત્ર આઈફોનના કામો જ પૂરા નહીં કરે, પરંતુ ChatGPT જેવા ચેટબોટને સીધી ટક્કર પણ આપશે. યુઝરની પ્રાઈવસી જાળવી રાખવા માટે નવા સિરીમાં ઓટો ચેટ ડિલીટનું ફીચર આપવામાં આવી શકે છે.

ચેટ્સ આપમેળે ડિલીટ થઈ જશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરીના નવા વર્ઝનમાં ચેટ હિસ્ટ્રી માટે ઓટો-ડિલીટ ઓપ્શન મળશે. જેમાં યુઝર નક્કી કરી શકશે કે તેઓ સિરી સાથેની તેમની વાતચીતને 30 દિવસ, એક વર્ષ કે હંમેશા માટે સેવ રાખવા માંગે છે. આ ફીચર મેસેજ એપમાં મળતા ફીચરની જેમ જ કામ કરશે. નોંધનીય છે કે ઓટો-ડિલીટનો વિકલ્પ માત્ર સિરી એપમાં જ મળશે. હાલમાં આ એપ પર કામ ચાલી રહ્યું છે અને તે ChatGPT અને Geminiની જેમ જ કામ કરશે.

આ પણ વાંચો... ‘Instagram ફક્ત છોકરીઓ માટે છે!’ એલોન મસ્કના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો

આઈફોન યુઝર્સને મળશે નવો શોર્ટકટ

સ્ટેન્ડઅલોન એપની સાથે નવા સિરી માટે એક 'સર્ચ' અથવા 'આસ્ક' શોર્ટકટ પણ આપવામાં આવી શકે છે. સ્ક્રીનના ટોપ સેન્ટરથી સ્વાઈપ ડાઉન કરતાની સાથે જ તે એક્ટિવેટ થઈ જશે. આમાં યુઝર પસંદ કરી શકશે કે તેમની જૂની વાતચીત ઓપન થાય અથવા તેમને દર વખતે નવી ચેટ વિન્ડો ઓપન કરવી છે.

વોઈસ કમાન્ડથી થશે એક્ટિવેટ

Appleએ આ પ્રોજેક્ટને Campos કોડનેમ આપ્યું છે અને આ અપડેટ સિરીના કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. નવા સિરીના આવતાની સાથે જ હાલનું ઇન્ટરફેસ બદલાઈ જશે અને તે કન્વર્સેશનલ ચેટબોટની જેમ કામ કરશે. રિપોર્ટ્સ મુજબ, સિરીને બોલાવવાની રીત જૂની જ રહેશે. યુઝર 'Hey Siri' કહીને અથવા સાઇડ બટનને હોલ્ડ કરીને સિરીને એક્ટિવેટ કરી શકશે, પરંતુ તે ચેટબોટની જેમ પ્રતિસાદ આપશે.

ક્યારે લોન્ચ થશે અપગ્રેડેડ સિરી?

આ અપગ્રેડને સિરીમાં અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સમાંનું એક માનવામાં આવે છે. નવું સિરી પોતે જ મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપી શકશે. માનવામાં આવે છે કે Apple જૂન મહિનામાં Worldwide Developer Conference (WWDC) માં નવા સિરીની ઝલક બતાવી શકે છે. સપ્ટેમ્બરમાં iOS 27 અપડેટની સાથે તેને રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.

Frequently Asked Questions

નવું સિરી કઈ ટેકનોલોજી પર આધારિત હશે?

નવું સિરી Google Gemini પર આધારિત હશે. Apple આ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સિરીને અપગ્રેડ કરી રહ્યું છે.

નવા સિરીમાં પ્રાઈવસી માટે શું ફીચર હશે?

નવા સિરીમાં યુઝરની પ્રાઈવસી જાળવવા માટે ઓટો ચેટ ડિલીટનું ફીચર આપવામાં આવશે. યુઝર્સ વાતચીત કેટલા સમય માટે સેવ રાખવી તે પસંદ કરી શકશે.

નવા સિરીને કઈ રીતે એક્ટિવેટ કરી શકાશે?

નવા સિરીને 'Hey Siri' કહીને અથવા સાઇડ બટનને હોલ્ડ કરીને એક્ટિવેટ કરી શકાશે. તે કન્વર્સેશનલ ચેટબોટની જેમ પ્રતિસાદ આપશે.

અપગ્રેડેડ સિરી ક્યારે લોન્ચ થવાની શક્યતા છે?

Apple જૂનમાં WWDC માં નવા સિરીની ઝલક બતાવી શકે છે. સપ્ટેમ્બરમાં iOS 27 અપડેટ સાથે તેને રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !
અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો: જાણો 24, 22 અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Embed widget