એપલના iPhone 13 પર મળી રહ્યું છે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો તમે કઇ રીતે ખરીદી શકશો સસ્તામાં આ ફોન.......
કોટક બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, આઇસીઆઇસીઆઇ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને એસબીઆઇ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારા ગ્રાહકોને 6,000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Apple iPhone 13 on Amazon: નવા સૌથી લેટેસ્ટ આઇફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તે અમે તમને બતાવી રહ્યાં છીએ, કે તમે એક સારો આઇફોન સસ્તામાં કઇ રીતે ખરીદી શકશો. આઇફોન 13 હાલમાં અમેઝોન પર સસ્તામાં મળી રહ્યો છે. ઓફર અલગ અલગ કલર અને સ્ટૉરેજ વેરિએન્ટના હિસાબે અલગ અલગ હોઇ શકે છે. એટલે પેમેન્ટ કરતા પહેલા ચેક કરી લો કે તમે જે ફોનને ખરીદી રહ્યાં છો, તેના પર શું ઓફર ચાલી રહી છે............
કોટક બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, આઇસીઆઇસીઆઇ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને એસબીઆઇ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારા ગ્રાહકોને 6,000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને ચેકઆઉટના સમયે 3,603 રૂપિયા મળશે. આ ઉપરાંત આ ફોન્સ પર 16,800 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.કયા ફોન પર કેટલા રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એ ફોનની કન્ડિશન અને મૉડલ પર નિર્ભર રહે છે.
કિંમતની વાત કરીએ તો- Apple iPhone 13 (128GB)ની કિંમત 79900 રૂપિયા છે, આના પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, આ પછી આની કિંમત 74900 રૂપિયા છે. Apple iPhone 13 (256GB) ની કિંમત 89900 રૂપિયા છે. આના પર 5000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ છે. આ પછી આની કિંમત 84900 રૂપિયા છે. Apple iPhone 13 (512GB)ની કિંમત 109900 રૂપિયા છે. આના પર 5000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ છે. આ પછી આની કિંમત 104900 રૂપિયા છે.
ફિચર્સ અને ડિઝાઇનની વાત કરીએ તો, - iPhone 13માં iPhone 12ની જેવી એક ફ્લેટ એઝ વાળી ડિઝાઇન છે. રિયર કેમેરા મૉડ્યૂલમાં એક નાનુ ફેરફાર છે. જોકે આમાં હજુ પણ બે 12MP ના રિયર કેમેરા છે. રિયર કેમેરાથી 4K વીડિયો રેકોર્ડ કરવામાં આવી શકે છે. ફ્રન્ટમાં 4K વીડિયો કેપ્ચરની સાથે 12MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. IPhone 13 Appleના નવા A15 બાયૉનિક CPU પર કામ કરે છે અને iOS 15 પર ચાલે છે. ફેસ આઇડી, મેગસેફ ચાર્જિંગ અને 5G કનેક્ટિવિટી જેવા ફિચર્સ સામેલ છે.
આ પણ વાંચો......
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત