(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા ઇચ્છો છો? તો વાયરલ થવા માટે આ ટિપ્સ અને આ ટ્રિક્સને કરો ફોલો
Instagram Viral Tips: આજકાલ એવા ઘણા influencers છે જેઓ Instagram પર લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. અહીં અમે તમને એવી ટિપ્સ અને ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે પણ વાયરલ થઈ શકો છો.
How to go viral on Instagram: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને, લોકો ખૂબ જ ઓછા સમયમાં લાખો વ્યૂઝ મેળવે છે. આજે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવું એ યુવાનોની ઈચ્છા બની ગઈ છે. તમને ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા influencers મળશે જેઓ બ્રાન્ડ સાથે ભાગીદારી કરીને લાખો રૂપિયા કમાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું કન્ટેન્ટ વાયરલ થાય, તો આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
તમે અવારનવાર જોયું હશે કે તમે દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરો છો પરંતુ તેમ છતાં તમારી રીલ કે વિડિયોને વધારે વ્યૂઝ નથી મળતા. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સને વાયરલ કરવા માંગો છો, તો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો
આ ટિપ્સને કરો ફોલો
તમારા પ્રેક્ષકોને સમજો: સૌથી અગત્યની બાબત એ છે કે, તમારે પ્રેક્ષકોને સમજવા પડે છે. સૌથી પહેલા જાણવું પડશે કે તમારા દર્શકો કયા પ્રકારનું કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે.
ટ્રેન્ડિંગ કન્ટેન્ટ પર ધ્યાન આપો: જો તમે કોઈ પોસ્ટ શેર કરો છો, તો એ પણ જાણી લો કે તેમાં ટ્રેન્ડિંગ વસ્તુઓ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ પોસ્ટ શેર કરી રહ્યાં હોવ તો તેમાં ટ્રેન્ડિંગ હેશટેગ્સનો ઉપયોગ કરો. આ તમારી પોસ્ટને વધુ લોકો દ્વારા જોવામાં આવે તેવી શક્યતાઓ વધી જાય છે.
દરરોજ પોસ્ટ કરતા રહો: તમારા પ્રેક્ષકો સાથે જોડાયેલા રહેવા માટે, તમારા માટે દરરોજ ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રી પોસ્ટ કરવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે.
અન્ય ક્રિએટર્સ સાથે કોલેબ કરો: જો તમે Instagram પર તમારી પહોંચ વધારવા માંગતા હો, તો તમે અન્ય ક્રિએટર્સ સાથે પણ કોલેબ કરી શકો છો. આ સાથે તમે ઈન્સ્ટાગ્રામ પર એડ કેમ્પેઈનની મદદ લઈ શકો છો.
આ બાબતોનું ધ્યાન રાખો
- રીલ્સ 90 સેકન્ડથી ઓછા સમયની હોવી જોઈએ અને તેમાં પૂર્ણ-સ્ક્રીન (9:16) વર્ટિકલ એસ્પેક્ટ રેશિયો હોવો જોઈએ.
- કોઇ થર્ડપાર્ટીની કોપી રાઇટ માટે મ્યુઝિક, GIF, ઇંટરેક્ટિવ સ્ટિકર અથવા કેમેરા ફિલ્ટરવાળી Reelsને બૂસ્ટ નથી કરી શકાતી
- Facebook પર શેર કરેલી રિલ્સને બૂસ્ટ નથી કરી શકાતી