શોધખોળ કરો
ગોલ્ડન પ્લે બટન મળ્યા બાદ યુટ્યુબર કેટલી કરે છે કમાણી? જાણો સંપૂર્ણ ગણિત
યુટ્યુબ ક્રિએટરને સબ્સ્ક્રાઇબરના માઇલસ્ટોન સુધી પહોંચવા પર ઈનામ આપે છે. આમાં 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર સિલ્વર પ્લે બટન અને 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર ગોલ્ડન પ્લે બટન આપે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

યુટ્યુબ પોતાના ક્રિએટરને સબ્સ્ક્રાઇબરના માઇલસ્ટોન સુધી પહોંચવા પર ક્રિએટર એવોર્ડ્સ આપે છે. આમાં 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર સિલ્વર પ્લે બટન અને 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર ગોલ્ડન પ્લે બટનનો આપે છે.
2/8

આજના ડિજિટલ યુગમાં YouTube હવે ફક્ત મનોરંજન માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ લાખો લોકો માટે કારકિર્દી અને આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. ક્રિએટર્સ YouTube પર વીડિયો બનાવે છે, ઓળખ મેળવે છે અને નોંધપાત્ર આવક મેળવે છે. YouTube તેમના સબ્સ્ક્રાઇબરના માઇલસ્ટોનના આધારે ક્રિએટ્સને પુરસ્કાર પણ આપે છે, જેમાં ગોલ્ડન પ્લે બટનને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગોલ્ડન પ્લે બટન પ્રાપ્ત કરવાથી ક્રિએટર્સની કમાણી પર કેવી અસર પડે છે? ચાલો જોઈએ કે YouTube પર ગોલ્ડન પ્લે બટન પ્રાપ્ત કર્યા પછી YouTuber કેટલી કમાણી કરે છે.
3/8

YouTube સબ્સ્ક્રાઇબરના માઇલસ્ટોન સુધી પહોંચવા પર ક્રિએટરને ક્રિએટર એવોર્ડ્સ આપે છે. તે 100,000 સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર સિલ્વર પ્લે બટન, 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર ગોલ્ડન પ્લે બટન, 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર ડાયમંડ પ્લે બટન અને 50 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવા પર કસ્ટમ પ્લે બટન આપે છે.
4/8

જ્યારે YouTube ગોલ્ડન પ્લે બટનવાળા ક્રિએટર્સને કોઈ રૂપિયા આપતું નથી. પરંતુ ક્રિએટરની ચેનલની લોકપ્રિયતા વધવાના કારણે વીડિયો પર વ્યૂઝ વધે છે. એડ રેવેન્યૂ વધે છે અને સ્પોન્સરશિપની તક વધે છે એટલા માટે કમાણી પર અસર પડે છે.
5/8

ક્રિએટરને યુ-ટ્યુબ તરફથી કમાણી ત્યારે મળે છે જ્યારે તે YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોય. YouTube જાહેરાતકર્તાઓ સામાન્ય રીતે 1,000 વ્યૂઝ દીઠ 2 ડોલર ચૂકવે છે. વધુમાં, જો ચેનલના વીડિયો સારા વ્યૂઝ મેળવે છે, તો કમાણી ઝડપથી વધે છે.
6/8

જો કોઈની પાસે આશરે 1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અથવા ગોલ્ડન બટન હોય અને તેમના વીડિયો સતત સારા વ્યૂઝ મેળવે છે તો તેમની વાર્ષિક કમાણી આશરે 40 લાખ સુધી પહોંચી શકે છે. વધુમાં, ઘણી કંપનીઓ સીધી સ્પોન્સરશિપ અને પ્રમોશન માટે ક્રિએટરનો સંપર્ક કરે છે, જે વધુ આવક ઉત્પન્ન કરે છે.
7/8

દરેક ચેનલની આવક વીડિયો વ્યૂઝ, કન્ટેન્ટ કઈ કેટેગરીમાં છે, જાહેરાતનો પ્રકાર, વ્યૂઅર્સની કન્ટ્રી કઈ છે અને બ્રાન્ડેડ કન્ટેટ અને ડીલ્સ શું છે તેના પર નિર્ભર કરે છે.
8/8

ભારતમાં YouTube કમાણી પર ઈન્કમટેક્સ લાગુ પડે છે. તેમાં 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ પર 5 ટકા, 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ પર 20 ટકા અને 10 લાખથી વધુ કમાણી કરનારાઓ પર 30 ટકાના દરે કર લાગે છે.
Published at : 11 Dec 2025 11:15 AM (IST)
આગળ જુઓ
Advertisement





















